હવે આ બધુ નહીં ચાલે, ચાલો 5 લાખનો દંડ ભરો,કોર્ટમાં વકીલ પર કેમ રોષે ભરાયા CJI

PC: oneindia.com

દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ આજે ફરી એક વકીલ પર રોષે ભરાઈ ગયા અને સુનાવણી દરમિયાન ન માત્ર વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી ફગાવી દીધી, પરંતુ તેમના પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવવાની વાત પણ કહી દીધી. એટલું જ નહીં, CJI ડી.વાઇ. ચંદ્રચૂડે કોર્ટરૂમમાં જ કહી દીધું કે તમે કોઈ પ્રાઇવેટ પાર્ટીના ઇશારે આ બધુ કરી રહ્યા છો. CJIએ અરજીકર્તા વકીલ પર રોષે ભરાતા કહ્યું કે, જનહિતની અરજીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, તમે નિકાસ પ્રોત્સાહન ક્ષેત્રમાં પ્રક્રિયા વગેરેની પુસ્તિકાઆને પડકાર આપી રહ્યા છો અને આ બધુ કોઈ પ્રાઇવેટ પાર્ટીના ઇશારે કરવામાં આવી રહ્યું છે. CJI ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, તમે દલીલ કરવા માટે સ્વતંત્ર છો, પરંતુ અમે તમને 5 લાખ રૂપિયાની નોટિસ આપીશું, કેમ કે તમે આ બધુ એક ખાનગી કંપનીના કહેવા પર કર્યું છે. તમે નિકાસ પ્રોત્સાહન ક્ષેત્રની પ્રક્રિયા પુસ્તિકાના અધ્યાય 25ને પડકાર આપી રહ્યા છો. ત્યારબાદ વકીલે CJI પાસે પોતાની અરજી પરત લેવાની મંજૂરી માગી, ત્યારબાદ પીઠે અરજી ફગાવી દીધી. હાલમાં એ વકીલ અને કેસ બાબતે વિસ્તૃત જાણકારી મળી શકી નથી, જેના પર CJI રોષે ભરાયા હતા.

તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની ઑફિસવાળી અરજી પર સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ હવે AAPએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો છે. AAPના રાઉજ એવેન્યુ સ્થિત મુખ્ય પાર્ટી કાર્યાલયની જમીન વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાનો પક્ષ રાખ્યો અને કહ્યું કે, તેણે જમીન પર કબજો કર્યો નથી અને તે એ પરિસરને ખાલી કરવા તૈયાર છે, પરંતુ તેને કોર્ટ તરફથી એક જગ્યા ફાળવવામાં આવે. આ અગાઉ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હેરાની વ્યક્ત કરી હતી અને AAPને તાત્કાલિક જમીન પાછી આપવા કહ્યું હતું.

AAPએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સ્પષ્ટીકરણ આપ્યું અને કહ્યું કે, તેણે દિલ્હીમાં જ્યુડિશિયરી માટે ફાળવેલી કોઈ પણ જમીન પર કબજો કર્યો નથી. તેને 2015માં જમીન ફાળવવામાં આવી હતી. 2023માં L&DOએ કહ્યું કે, એ જ જમીન રાઉજ એવેન્યૂ કોર્ટના વિસ્તાર માટે નક્કી કરવામાં આવી હતી. AAPનું કહેવું છે કે એ પરિસર ખાલી કરવા તૈયાર છે, પરંતુ કોર્ટને એ સુનિશ્ચિત કરવાનો અનુરોધ છે કે તેને રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જા મુજબ એક વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp