CJIએ ઉડતા પ્લેનમાં તૈયાર કર્યો કોર્ટનો નિર્ણય, ફ્લાઇટમાં કેવી રીતે મળ્યું નેટ

PC: ndtv.com

જો તમે વિમાનમાં સફર કરો છો તો એ જાણતા હશો કે ઉડાણ દરમિયાન ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ હોતી નથી. જો કે, વિદેશમાં ઘણી જગ્યાએ હવે પેસેન્જર્સને ઉડતા વિમાનમાં પણ વાઇ ફાઇ સેવા આપવામાં આવી રહી છે, પરંતુ ભારતીય વિમાનોમાં અત્યારે આ સેવા ઉપલબ્ધ નથી. એવામાં જો તમને ઉડતા વિમાનમાં અચાનક ઇન્ટરનેટની જરુરિયાત પડી જાય તો શું કરશો?

તેને લઇને સુપ્રિમ કોર્ટના જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચડે એક અનોખો કિસ્સો શેર કર્યો છે. CJI પોતે ફ્લાઇટમાં ઇન્ટરનેટની જરુરિયાત હતી. ત્યારે તેમણે ફ્લાઇટમાં ઇન્ટરનેટનો જુગાડ કયા પ્રકારે કર્યો? તેનો મજેદાર કિસ્સો પોતે CJIએ સંભળાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, CJI ચંદ્રચૂડની આગેવાનીવાળી સુપ્રિમ કોર્ટની બેંચે એક નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણયમાં ગુજરાત હાઇ કોર્ટના જિલ્લા ન્યાયાધિશોની પ્રમોશન નીતિને યથાવત રાખવમાં આવી છે. આ નિર્ણયને તૈયાર કરવા માટે CJIને એ સમયે ઇન્ટરનેટની જરુરિયાત પડી હતી. જ્યારે તેઓ G-20 સમિટમાં સામેલ થઇને ભારત ફરી રહ્યા હતા.

તેમણે કહ્યુ કે, અમે પોતાના ન્યાયાધિશ ભાઇઓના સહયોગ માટે ત્યારે વિમાનના ઇન્ટરનેટ્નો ઉપયોગ કર્યો હતો. અમે આજે નિર્ણય સંભળાવ્યો હતો અને હું G-20 શિખર સન્મેલન માટે બ્રાઝિલમાં હતો, એટલે મેં વિમાનના ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો અને જસ્ટિસ જે.બી. પારદીવાલાએ મારી સાથે ડ્રાફ્ટ શેર કર્યો. જસ્ટિસ મનોજ મિશ્રા પણ એ દસ્તાવેજથી સહમત હતા. જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સાથ આપવા માટે ફ્લાઇટ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા આ નિર્ણય ગુજરત હાઇ કોર્ટ દ્વારા યોગ્યતા સહ વરિષ્ઠતાના આધાર પર જિલ્લા ન્યાયાધિશોની નિમણૂકો કરનારા નિર્ણયને પડકાર આપતી અરજી પર સંભળાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે 13 એપ્રિલ 2023ના રોજ મુખ્ય કેસમાં હાઇ કોર્ટ અને રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. જો કે, 4 દિવસ બાદ સરકારે એક પ્રમોશન લિસ્ટ અધિસુચિત કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp