CJI ડી વાય ચંદ્રચુડને ટ્રોલ કરવામાં આવ્યા હતા, હવે તેમણે સાચી વાત જણાવી

PC: sci.gov.in

સોશિયલ મીડિયા પર યૂઝર્સને જો કોઇ વાત પસંદ ન આવે તો ટ્રોલિંગ શરૂ કરી દેતા હોય છે. ભારતમાં વાણી સ્વાતંત્ર્ય હોવાને કારણે લોકો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પણ ટ્રોલ કરવામાં છોડતા નથી. CJI ચંદ્રચુડને પણ લોકોએ ટ્રોલ કર્યા હતા. હવે તેમણે એ વિશે સત્યું શું હતું તે જણાવ્યું છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા અને તેમણે દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુમાં એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન CJIએ તાજેતરની ઘટના શેર કરી. તેમણે કહ્યું કે સુનાવણી દરમિયાન તે જે રીતે હું ખુરશી પર બેઠો હતો તેના કારણે મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો.

PTIના અહેવાલ મુજબ, 23 માર્ચે, CJI ચંદ્રચુડ ન્યાયિક અધિકારીઓની 21મી દ્વિવાર્ષિક રાજ્ય સ્તરીય કોન્ફરન્સનું ઉદઘાટન કરવા બેંગલુરુ પહોંચ્યા હતા. અહીં તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને વર્ક લાઈફ બેલેન્સ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. દરમિયાન, તેમણે પોતાનો કિસ્સો પણ કહ્યો હતો.

CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, તાજેતરમાં, એક મહત્વપૂર્ણ સુનાવણીના લાઇવ-સ્ટ્રીમ વીડિયોને લઇને મને ટ્રોલ કરવામાં આવ્યો હતો.ચાર-પાંચ દિવસ પહેલા હું એક કેસની સુનાવણી કરી રહ્યો હતો. મને મારી પીઠમાં થોડો દુખાવો હતો, તેથી મેં મારી કોણીને મારી ખુરશી પર મૂકી અને ખુરશી પરની મારી સ્થિતિ બદલી. સોશિયલ મીડિયા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે હું એટલો અહંકારી હતો કે હું સુનાવણીની વચ્ચે જ ઉભો થઈ ગયો હતો.

CJIએ આગળ કહ્યું કે, મેં કોર્ટ છોડી નહોતી,પરંતુ માત્ર મારી બેઠકની સ્થિતિ બદલી હતી, જેના માટે મને સખત દુર્વ્યવહાર અને ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ હું માનું છું કે આપણે આનો સામનો કરી શકીશું. અમે જે કામ કરીએ છીએ તેમાં સામાન્ય નાગરિકોને પૂરો વિશ્વાસ છે.

CJI ચંદ્રચુડે કહ્યું કે કેટલીકવાર વકીલો અને ફરિયાદી ન્યાયાધીશો સાથે વાત કરતી વખતે મર્યાદા ઓળંગી જાય છે.તેમણે કહ્યું કે આવા સમયમાં ન્યાયાધીશોએ પોતાની શક્તિનો ઉપયોગ કરવાને બદલે સમસ્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ સિવાય CJI ચંદ્રચુડે કર્ણાટકમાં ન્યાયતંત્રની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 1 જાન્યુઆરીથી 23 માર્ચની વચ્ચે કર્ણાટકમાં જિલ્લા ન્યાયતંત્રમાં 21.25 લાખ કેસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 20.62 લાખ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp