ચંદીગઢ મેયર ચૂંટણીમાં જે થયું તે જોઈ CJI થયા ગુસ્સે, પ્રિસાઇડિંગ ઓફિસરને...

PC: aajtak.in

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. ચીફ જસ્ટિસે પ્રિસાઈડિંગ ઑફિસરનો વીડિયો પણ જોયો જેમાં તેઓ કથિત રીતે મત રદ કરી રહ્યાં છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. CJIએ કહ્યું કે, અમે લોકશાહીની આ રીતે હત્યાની મંજૂરી આપી શકીએ નહીં. CJIએ ચૂંટણીનો સંપૂર્ણ વીડિયો રજૂ કરવા કહ્યું છે અને નોટિસ પણ બહાર પાડી દીધી છે.

ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ બહાર પાડી છે. અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસે તમામ દસ્તાવેજો અને તમામ વીડિયો પુરાવાઓ સાથે સાંજે 5 વાગ્યા સુધી સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીએ યોજાનારી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જેમ કે, મહાનગરપાલિકાના નવા મેયરનું કામ હાલ પૂરતું અટકાવી દેવામાં આવશે.

CJIની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, 'અમે નિર્દેશ આપીએ છીએ કે મેયર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જપ્ત કરવામાં આવે અને બેલેટ પેપર, વીડિયોગ્રાફી પણ સાચવવામાં આવે. રિટર્નિંગ ઓફિસરને નોટિસ આપવામાં આવી છે કે, તેઓ રેકોર્ડ સોંપી દે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી આજે એટલે કે સોમવારથી શરૂ કરી છે. આજની સુનાવણી પછી કેસની સુનાવણી 12મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો સંપર્ક કર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી. આ જ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રેસિડિંગ ઓફિસનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમજ BJPના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે તેણે (પ્રિસાઇડિંગ ઓફિસર) બેલેટ પેપર બગાડ્યા છે. તેની સામે કાર્યવાહી થવી જોઈએ.' પ્રિસાઇડિંગ ઓફિસરના કેમેરામાં જોતાં CJIએ પૂછ્યું કે, તે કેમ કેમેરામાં જોઈ રહ્યા છે. વકીલને સંબોધતા તેમણે કહ્યું કે, આ લોકશાહીની મજાક છે. આ લોકશાહીની હત્યા છે, અમે આશ્ચ્ર્યચકિત છીએ. મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું, 'શું આ રિટર્નિંગ ઓફિસનું આવું જ વર્તન છે? મહેરબાની કરીને રિટર્નિંગ ઓફિસરને કહો કે, સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહ્યું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp