અજમેર શરીફ દરગાહની અંદર મારપીટ, વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર બાદ અથડામણ, જુઓ વીડિયો

PC: pradeshtak.com

અજમેર દરગાહમાં ઉર્સ દરમિયાન હંગામો અને લડાઈ થઈ છે. રિપોર્ટ મુજબ, વિવાદાસ્પદ સૂત્રોચ્ચારને લઈને આ મારપીટ થઈ છે. જેમાં ખાદિમ અને ઝરીન એકબીજા સાથે લડી પડ્યા. આ લડાઈમાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં 811મી ઉર્સ દરમિયાન આ લડાઈ થઈ છે. રિપોર્ટ મુજબ બરેલવી સમાજના કેટલાક લોકોએ અજમેર શરીફ દરગાહની અંદર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી દરગાહના ખાદિમ ગુસ્સે થઈ ગયા અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો સાથે લડાઈ કરવા લાગ્યા. જો કે, સ્થળ પર હાજર પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત થઈ ગયો.

ખરેખર, ખાદીમોનો આરોપ છે કે બરેલવી સમાજના લોકોએ દરગાહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જેનો તે લોકોએ વિરોધ કર્યો હતો. જો કે, કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે દરગાહમાં હાજર જન્નતી દરવાજાની પાસે સૂત્રોચ્ચાર કરનારા લોકોની સાથે ખાદિમોની અથડામણ થઈ ગઈ, જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. આ મામલામાં કોઈ પણ પ્રકારની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં નથી આવી.

અથડામણ થતાં જ દરગાહના સ્ટેશન ઈન્ચાર્જ અમરસિંહ ભાટી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને બંને પક્ષો સાથે વાત કરીને મામલાને શાંત કરાવ્યો. તેમણે બંને પક્ષોની પણ એકબીજા સાથે વાત કરાવી અને સૂત્રોચ્ચારના કારણે થયેલી અથડામણના મામલાને શાંત કરવી દીધો. જો કે, આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે.

દર વર્ષે ઉર્સ પ્રખ્યાત સૂફી સંતોમાંના એક ચિશ્તીની પુણ્યતિથિ પર આયોજન કરવામાં આવે છે. ચિશ્તીને 'ગરીબ નવાઝ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉર્સ દરમિયાન અજમેર શરીફ દરગાહમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે અને ચાદર ચઢાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે ઉર્સ દરમિયાન પોતાના તરફથી દરગાહ માટે ચાદર ચઢાવવા માટે મોકલાવે છે. આ વર્ષે પણ તેમની ચાદર અહીં, ચઢાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp