‘માત્ર એક જગ્યાએ સંજયનું નામ ભૂલથી લખેલું પણ..’ જાણો EDએ દિલ્હી HCમા શું કહ્યું

PC: indianexpress.com

દિલ્હી આબકારી નીતિના કૌભાંડમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજી પર દિલ્હી હાઇ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઇ, જેના પર નિર્ણય સુરક્ષિત રાખી લેવામાં આવ્યો. દિલ્હી આબકારી નીતિ કૌભાંડ કેસમાં સંજય સિંહે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની દ્વારા કરાયેલી ધરપકડને પડકાર આપ્યો છે, જેનો દિલ્હી હાઇ કોર્ટમાં EDએ સંજય સિંહની અરજીનો વિરોધ કર્યો છે. સંજય સિંહની અરજીનો વિરોધ કરતા EDએ દિલ્હી હાઇકોર્ટમાં દલીલ આપી કે સંજય સિંહ ન્યાયિક કસ્ટડીમાં છે. એવામાં તેમની અરજી પર સુનાવણીનું હવે કોઇ ઔચિન્તય રહી ગયું નથી.

એટલું જ નહીં EDએ કહ્યું કે, અગાઉ ચાર્જશીટમાં 4 જગ્યાએ સંજય સિંહનું નામ હતું, જેમાં માત્ર એક જગ્યા પર સંજય સિંહનું નામ ભૂલથી લખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ભૂલમાં સુધારો કરી લેવામાં આવ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે, આ એવો કેસ નથી, જ્યાં ધરપકડ માટે લેખિત ગ્રાઉન્ડ ઓફ અરેસ્ટ આપવામાં આવ્યું નથી. મની લોન્ડ્રિંગ એક સ્વતંત્ર ગુનો છે, તેની ગતિવિધિ કોઇ પણ રૂપે થઇ શકે છે એટલે એ જરૂરી નથી કે તમે મુખ્ય ગુનામાં સામેલ થાવ.

EDએ કહ્યું કે, સરકારી સાક્ષી દિનેશ અરોડાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સંજય સિંહે મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરાવી હતી. પહેલા ચાર્જશીટમાં 4 જગ્યા પર સંજય સિંહનું નામ હતું, જેમાં માત્ર એક જગ્યા પર સંજય સિંહનું નામ ભૂલથી લખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ એ ભૂલને સુધારી લેવામાં આવી હતી. EDએ એમ પણ કહ્યું કે, સંજય સિંહનું એમ કહેવું છે કે તપાસ એજન્સી EDએ નોટિસ મોકલવાના કારણે ધરપકડ કરી લીધી છે, એ યોગ્ય નથી. આબકારી નીતિ કેસમાં સંજય સિંહની સંડોવણી ખૂબ પહેલા જ સામે આવી ગઇ હતી.

જે નિવેદનોમાં સંજય સિંહનો ઉલ્લેખ છે એ નિવેદન સંજય સિંહની EDને નોટિસ મોકલવાના ખૂબ પહેલા નોંધવામાં આવ્યા હતા. EDએ કહ્યું કે, અમિત અરોડાએ 21 માર્ચ 2023 અને અંકિત ગુપ્તાએ માર્ચ 2023માં નિવેદન આપ્યું હતું. આ નિવેદન સંજય સિંહ દ્વારા EDને નોટિસ મોકલવાથી ખૂબ પહેલા આપવામાં આવ્યા હતા. EDએ કહ્યું કે, સંજય સિંહનું એમ કહેવું ખોટું છે કે તેમણે એજન્સીને નોટિસ મોકલી એટલે તેમની ધરપકડ કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp