તેમની જાહેરાતના પૈસા રેપિડ રેલમાં લગાવી દો, કેજરીવાલ સરકારને SCની ફટકાર
RRTS (રેપિડ રેલ) માટે દિલ્હી સરકાર તરફથી બજેટ ન આપવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ સરકારને સખત શબ્દોમાં ફટકાર લગાવી અને અહી સુધી કહી દીધું કે તેમની જાહેરાતના પૈસા પ્રોજેક્ટમાં લગાવી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીની સરકારને એક અઠવાડિયાની મુદત આપી છે. સુપ્રીમ કોર્ટે આ અગાઉ જુલાઈમાં પણ કેજરીવાલ સરકારથી નારાજગી જાહેર કરી હતી અને પ્રોજેક્ટ માટે પૈસા જાહેર કરવા કહ્યું હતું.
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, ‘દિલ્હી સરકારે આ કોર્ટના આદેશનું પાલન કેમ ન કર્યું? અમે તમારું (દિલ્હી સરકાર) જાહેરાતના બજેટ પર સ્ટે લગાવી દઇશું. અમે તેને અટેચ કરી દઇશું અને અહી લગાવીશું. સુપ્રીમ કોર્ટે 24 જુલાઈમાં રોજ 415 કરોડ રૂપિય ન આપવા પર દિલ્હી સરકારને ઘેરતા કહ્યું કે, જો આ રકમ ન આપી તો અમે દિલ્હી સરકારના જાહેરાત બજેટ પર રોક લગાવીને અટેચ કરી દઇશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રદૂષણને રોકવા માટે પરિયોજના પણ જરૂરી છે.
છેલ્લા 3 વર્ષનું દિલ્હી સરકારની જાહેરાતનું બજેટ 1100 કરોડ હતું, જ્યારે આ વર્ષનું બજેટ 550 કરોડ છે. જુલાઈમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો દિલ્હી સરકાર 3 વર્ષોમાં જાહેરાત માટે 1100 કરોડ ફાળવી શકે છે તો પાયાના ઢાંચાની પરિયોજના માટે ફંડ પણ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે અથવા તો ચૂકવણી કરે કે પછી કોર્ટ તેનું ફંડ અટેચ કરવા માટે આદેશ જાહેર કરશે.
જો કે, સુપ્રીમ કોર્ટની ફટકાર અને ચેતવણી બાદ દિલ્હી સરકાર બે મહિનાની અંદર 415 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ ગઈ હતી, પરંતુ આ આદેશનું પાલન ન કરવામાં આવ્યું. જસ્ટિસ કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની પીઠે અહી સુધી કહ્યું હતું કે જો સરકાર છેલ્લા 3 વર્ષોમાં જાહેરાત માટે 1,100 કરોડ ફાળવી શકે છે તો પાયાના ઢાંચાની પરિયોજના માટે પણ ફંડ ફાળવી શકે છે. પિઠે રાજ્ય સરકારને બે મહિનાની અંદર પરિયોજના માટે બાકી રકમની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં પરિયોજના માટે પોતાના હિસ્સાના ફંડમાં મોડું કરવાને લઈને દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. ત્યારબાદ તેણે દિલ્હી સરકારને છેલ્લા 3 નાણાકીય વર્ષોમાં જાહેરાતો પર પોતાના ખર્ચની વિસ્તૃત જાણકારી રજૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. એવું ત્યારે થયું જ્યારે દિલ્હી સરકારે કહ્યું કે તેની પાસે આ પરિયોજના માટે ધન નથી. આજે જ્યારે કેસની સુનાવણી માટે આવ્યો તો દિલ્હી સરકારના વકીલે કહ્યું કે, ધન ફાળવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp