સોનમ વાંગચૂકે 21 દિવસથી ચાલતી ભૂખ હડતાળ પૂરી કરી, કહ્યું- PM મોદી...

PC: twitter.com

સોનમ વાંગચૂકે 21 દિવસથી ચાલતી ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. તેમની તરફથી કહેવામાં આવ્યું છે કે લડાઈ આગળ પણ ચાલુ રહેશે. લદ્દાખને પૂર્ણ રાજ્યોનો દરજ્જો અપાવવા માટે સોનમ વાંગચૂક દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી રહી હતી. તેઓ પાણી, ભોજન વિના માઇનસ તાપમાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થક પણ સામેલ થયા હતા. તેઓ ઇચ્છતા હતા કે મોદી સરકાર પોતાના વાયદા પૂરા કરે અને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે.

 
 
 
View this post on Instagram

A post shared by Sonam Wangchuk (@wangchuksworld)

હવે સોનમ વાંગચૂકે એ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે સરકારે આજ સુધી એક શબ્દ પણ બોલ્યો નથી, તેમની તરફથી માગને લઈને કંઇ પણ કહેવામાં આવી રહ્યું નથી, છતા તેમને આશા છે કે વડાપ્રધાન મોદી જ છે, તેઓ માનીને ચાલી રહ્યા છે કે વડાપ્રધાન કંઈક ને કંઈક નિર્ણય જરૂર લેશે. એક નિવેદનમાં વાંગચૂકે કહ્યું છે કે આપણને એવા નેતા જોઈએ છે જે ઈમાનદાર હોય, દૂરદર્શી હોય, જેમની પાસે વિઝન હોય, મને પૂરી આશા છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાબિત કરશે કે તેઓ સાચા નેતા છે.

X પર એક વીડિયો સંદેશ નાખીને વાંગચૂકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારાઆ પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કરવામાં આવેલા વાયદાની યાદ અપાવી અને કહ્યું કે, મોદી તો રામભક્ત છે, એટલે તેમને તેમનું (રામનું) શિક્ષણ પ્રાણ જાય પણ વચન ન જાય'નું પાલન કરવું જોઈએ. શિક્ષણ ક્ષેત્રમાં જાણીતા સુધારક વાંગચૂકે કહ્યું કે, ભૂખ હડતાળ સમાપ્તિ વર્તમાન આંદોનાના નવા ચરણની શરૂઆત છે. અમે પોતાનો સંઘર્ષ ચાલુ રાખીશું. આંદોલનાસ્થળ પર 10,000 લોકોનું એકત્ર થવું તથા 20 દિવસમાં 60 હજારથી વધુ અન્ય લોકોની ભાગીદારી લોકોની આકાંક્ષાનું પ્રમાણ છે.

વાંગચૂક 6 માર્ચથી શૂન્યથી નીચે તાપમાનમાં જળવાયું ઉપવાસ પર બેઠા હતા. તેનાથી એક દિવસ અગાઉ લેહના 'એપેકસ બોડી અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (KDA)ના સંયુક્ત પ્રતિનિધિઓની કેન્દ્ર સરકાર સાથે વાતચીતમાં ગતિરોધ ઉત્પન્ન થઈ ગયો હતો. આ બંને જ સંગઠન સાથે મળીને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિમાં તેને સામેલ કરવાની માગને લઈને આંદોલન કરી રહ્યા છે. કારગિલમાં KDAની 3 દિવસીય ભૂખ હડતાળ પણ સમાપ્ત થઈ ગઈ છે. લેહના એપેક્સ બોડી અને KDA બુધવારે ભાવી પગલાંની જાહરાત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp