અમિત શાહને મળ્યા CM કેજરીવાલ, શાહીન બાગ મુદ્દે આપ્યું આ નિવેદન

PC: dnaindia.com

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ અવસરે કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. અમિત શાહ સાથે મીટિંગ કર્યા બાદ કેજરીવાલે કહ્યું, આ એક સારી મુલાકાત હતી, જે મૈત્રીપૂર્ણ માહોલમાં થઈ. અમે ઘણાં મુદ્દે વાત કરી છે. અમે એ વાતથી સંમત છે કે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારે દિલ્હીના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની જરૂરત છે. અમે સાથે કામ કરીશું.

આ દરમિયાન કેજરીવાલે એવું પણ કહ્યું કે, ત્રણ દિવસનું એસેમ્બલી સેશન 24 ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવ્યું છે. અમિત શાહ જોડેની મુલાકાત દરમિયાન કેજરીવાલે કહ્યું કે, અમિત શાહ જોડે શાહીન બાગ મુદ્દે કોઈ વાત થઈ નથી.

જણાવી દઈએ કે, શપથ સમારોહમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ચૂંટણીમાં જે રાજકારણ થવાનું હતું તે થઈ ગયું. હવે દિલ્હીને આગળ લઈ જવા માટે અમારે સાથે મળીને કામ કરવાનું રહેશે. હું કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા માગુ છું. અમારે મળીને દિલ્હીને આગળ લઈ જવાનું છે. દિલ્હીએ નવા રાજકારણને જન્મ આપ્યો છે. આ રાજકારણ 24 કલાક વીજળી આપવાનું છે. આ રાજકારણ સારી સ્કૂલો આપવાનું છે, સારી હોસ્પિટલો આપવાનું છે. દિલ્હીના 2 કરોડ લોકો મારો પરિવાર છે.

CM કેજરીવાલે કહ્યું કે, દિલ્હી માટે ઘણું કામ કરવાનું છે. હું એકલો નહીં કરી શકું. હું સૌની સાથે મળીને કામ કરવા માગું છું. ચૂંટણીમાં ખૂબ રાજકારણ થયું. અમારા વિરોધીઓએ અમને જે પણ કહ્યું, તેમને મેં માફ કરી દીધા. હું વિરોધ પક્ષને નિવેદન કરું છું કે ચૂંટણી સમયે જે થયું તે ભૂલી જાઓ. બધા સાથે મળીને કામ કરીશું. અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. મેં PMને પણ આમંત્રણ આપ્યું હતું, પણ તેઓ વ્યસ્ત હતા માટે આવી શક્યા નહીં. દિલ્હીને આગળ વધારવા માટે હું પ્રધાનમંત્રીનો પણ આશીર્વાદ ચાહું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp