ગુજરાતમાં ફરી BJPને પડકાર આપશે કેજરીવાલ, ભરૂચમાં મોટી સભા બાદ જેલમાં પાર્ટીના..
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરવા માટે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસની મુલાકાત માટે આવશે. કેજરીવાલ પોતાના પ્રવાસમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. કેજરીવાલ ગુજરાતમાં એક વર્ષ કરતા વધુ સમય બાદ કોઈ કાર્યક્રમ કરશે. આ અગાઉ વર્ષ 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં અંતિમ કાર્યક્રમ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચશે અને ત્યારબાદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા કરશે. પહેલા કહેવામાં આવ્યું હતું કે, કેજરીવાલ 3 દિવસો માટે હતા, પરંતુ સંશોધિત કાર્યક્રમમાં કેજરીવાલ 7 જાન્યુઆરીના રોજ ગુજરાત પહોંચશે અને પછી 8 જાન્યુઆરીના રોજ દિલ્હી પાછા ફરશે. કેજરીવાલના પ્રવાસ અગાઉ સંદીપ પાઠક, જેમણે ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વીપ કરવાનો દાવો કર્યો હતો. તેમણે પાર્ટી નેતા ચૈતર વસાવા ભરૂચથી ચૂંટણી મેદાનમાં ઉતરવાના સંકેત પણ આપ્યા હતા.
AAPના પ્રદેશ સંગઠન મહાસચિવ મનોજભાઇ સોરઠિયાના જણાવ્યા મુજબ, અરવિંદ કેજરીવાલ આદિવાસી નેતા ચૈતર વસવાના સમર્થનમાં જનસભા કરશે. આ રેલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. આ રેલી 7 જાન્યુઆરીના રોજ નેત્રંગમાં થશે. એ હેઠળ તેઓ 7 જાન્યુઆરીના રોજ બપોરે વડોદરા પહોંચશે. ત્યારબાદ નેત્રંગ જવા રવાના થશે. મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સાંજે 7:00 વાગ્યે મતવિસ્તારના નેતાઓ સાથે ચૂંટણી સમીક્ષા બેઠક કરશે. આ બેઠક વડોદરામાં જ થશે.
અરવિંદ કેજરીવાલ નેત્રંગની સભા બાદ વડોદરામાં રોકશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. બંને નેતા 8 જાન્યુઆરીના રોજ સવારે રાજપીપળા જશે. અહી તેઓ રાજ્યમાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત કરશે. ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગના આરોપમાં જેલમાં બંધ છે. બંને મુખ્યમંત્રી ચૈતર વસાવાને મળ્યા બાદ વડોદરા ફરીને પછી દિલ્હી માટે રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp