આ રાજ્યના CMએ સમાપ્ત કર્યુ VIP કલ્ચર, સિગ્નલ પર રોકાશે કાફલો, લોકોને મળશે...

PC: twitter.com

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઐતિહાસિક નિર્ણય લેતા VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં મોટી પહેલ કરી છે. તેમણે DGPને નિર્દેશ આપ્યા છે કે મુખ્યમંત્રી પણ હવે સામાન્ય વ્યક્તિની જેમ ટ્રાફિકમાં ચાલશે. ચોક પર લાલબત્તી થવા પર તેમનો પણ કાફલો સામાન્ય લોકોની જેમ જ રોકાશે. મુખ્યમંત્રીની પહેલ પર લેવામાં આવેલા આ નિર્ણયથી જનતાને VIP મૂવમેન્ટ દરમિયાન થતા જામથી મુક્તિ મળશે. પહેલા જામમાં ફસાવાના કારણે ગંભીર દર્દીઓને સમસ્યા થતી હતી.

ભજનલાલ શર્માની સંવેદનશીલતાથી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેઓ પણ લાલબત્તી થવા પર રોડ પર રોકાશે. સરકારના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે અતિ વિશિષ્ટ લોકોની અવર-જવર દરમિયાન સામન્ય વ્યક્તિ અને ગંભીર દર્દીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીએ બુધવારે આ નિર્ણય લીધો. મુખ્યમંત્રીએ બુધવારે રાજસ્થાનના DGP યુ.આર. સાહુને આ નિર્ણયના સંબંધમાં નિર્દેશ આપ્યા. જો કે, મુખ્યમંત્રીને પ્રદાન કરવામાં આવેલો સુરક્ષા ઘેરો યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ VIP કલ્ચર સમાપ્ત કરવાના હિમાયતી રહ્યા છે. એવામાં સાંગાનેરથી ધારાસભ્ય ભજનલાલ શર્માની આ પહેલને રાજસ્થાનમાં VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

DGP યુ.આર. સાહુએ જણાવ્યું કે, મુખ્યમંત્રીને પ્રદાન કરવામાં આવેલા સુરક્ષા કવરમાં કોઈ બદલાવ નહીં થાય. VIP વ્યક્તિની અવર-જવર દરમિયાન નવી વ્યવસ્થાનો નિર્ણય સામાન્ય લોકો અને દર્દીઓને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એ પણ નક્કી કર્યું કે તેઓ જઇ રહ્યા હોય અને લાલબત્તી થાય છે, તો તેમનો કાફલો લાલબત્તી પર રોકાશે. તેના માટે પણ DGPને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. તો DGPએ મુખ્યમંત્રી તરફથી મળેલા આદેશ બાબતે જયપુર પોલીસ કમિશનરને જાણકારી આપીને પ્લાન બનાવવા કહ્યું છે.

ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્માને ભાજપે પહેલી વખત જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત સીટથી ચૂંટણી લડાવી. પહેલી વખત જ ચૂંટણી જીત્યા બાદ તેમને સીધા જ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. આ અગાઉ તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહ્યા છે. RSS અને ABVP સાથે જોડાયેલા રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ચૂંટણી લડાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ મુખ્યમંત્રી પદ માટે વસુંધરા રાજેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ પાર્ટી હાઇકમાને ભજનલાલ શર્માનું નામ આગળ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp