'હું રાજીનામું આપી..', CAA-NRCને લઈને આસામના CM હિમંતા બિસ્વા સરમા શું બોલ્યા

PC: ndtv.com

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના નિયમોને અધિસૂચિત કરવાના એક દિવસ બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જાહેરાત કરી કે, NRC માટે અરજી ન કરનાર, એક પણ વ્યક્તિને નાગરિકતા મળે છે તો હું રાજીનામું આપનાર હું પહેલો વ્યક્તિ હોઈશ. નવા લાગૂ કરાયેલા કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવી. હિમંત બિસ્વા સરમાએ શિવસાગરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, હું આસામનો પુત્ર છું અને જો NRC માટે અરજી ન કરનાર, એક પણ વ્યક્તિને નાગરિકતા મળે છે, તો હું રાજીનામું આપનાર હું પહેલો વ્યક્તિ હોઈશ.

ભાજપના નેતાની ટિપ્પણી આખા આસામમાં વ્યાપક વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈને આવી છે, જેમાં વિપક્ષી પાર્ટીઓ સોમવારે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન (CAA) લાગૂ કરવા માટે કેન્દ્રની ટીકા કરી રહી છે. આ કાયદાનું ઉદ્દેશ્ય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા દસ્તાવેજ વિનાના નોન-મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા પ્રદાન કરવાનું છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, CAA કોઈ નવો કાયદો નથી, જેમા જે પહેલા બનાવવામાં આવ્યો હતો અને લોકોને બતાવેલ પોર્ટલના માધ્યમથી અરજી કરવાનો આગ્રહ કર્યો.

તેમણે કહ્યું કે, વિરોધમાં રસ્તા પર ઉતરવાનો કોઈ અર્થ નથી. પોર્ટલ પર ડેટા હવે બોલશે અને એ સ્પષ્ટ થઈ જશે કે અધિનિયમનો વિરોધ કરનારાઓના દાવા તથ્યાત્મક રૂપે સાચા છે કે નહીં. આ દરમિયાન CAA લાગૂ થવા પર મોટા વિરોધ પ્રદર્શનના આહ્વાન બાદ આસામ પોલીસે વિપક્ષી પાર્ટીઓને નોટિસ આપી છે. નોટિસમાં પાર્ટીઓને હડતાળ પરત લેવા અને રાજ્યમાં શાંતિ બનાવી રાખવામાં સહયોગ કરવાનો આદેશ અપવામાં આવ્યો છે. ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે તો તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

16 પક્ષીય વિપક્ષી મંચ આસામ (UOFA)એ CAAને લાગૂ કરવાના વિરોધમાં રાજ્યવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. અતિરિક્ત પોલીસકર્મીઓની તૈનાતી સાથે સુરક્ષા સખત કરી દેવામાં આવી છે. બધા પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે અને ગુવાહાટી સહિત રાજ્યના મોટા ભાગના શહરોમાં મુખ્ય રસ્તાઓ પર ચેક પોસ્ટ બનાવી દેવામાં આવી છે, જ્યાં ડિસેમ્બર 2019માં આ મુદ્દા પર હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp