તિહાડ જેલમાં જતી વખતે સતેન્દ્ર જૈનને કેજરીવાલે કહ્યું તે તો દિલ્હીના હીરો છે

PC: indiatoday.in

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા સત્યેન્દ્ર જૈન સોમવારે મની લોન્ડ્રિંગના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન અરજી ફગાવ્યાના થોડા કલાક બાદ તિહાડ જેલ જતા રહ્યા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને દિલ્હીવાળાઓ માટે હીરો કરાર આપ્યો અને કહ્યું કે, તેઓ તેમના માટે દુઃખી છે. અરવિંદ કેજરીવાલે X પર લખ્યું કે, 'તેઓ બધા દિલ્હીવાળાઓના હીરો છે.

તેમણે 24x7 વીજળી, મફત વીજળી, સારી સરકારી હૉસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી. તેમના અને તેમના પરિવાર માટે ખૂબ દુઃખી છું. ભગવાન તેમનું ભલું કરે.' સત્યેન્દ્ર જૈન આત્મસમર્પણ કરવા માટે સાંજે લગભગ 6:00 વાગ્યે ઉત્તર પશ્ચિમ દિલ્હીના સરસ્વતી વિહાર સ્થિત પોતાના આવાસ પરથી નીકળ્યા હતા. સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનના વકીલના એ મૌખિક અનુરોધને ફગાવી દીધો, જેમાં તેમને આત્મસમર્પણ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે 17 જાન્યુઆરીએ સત્યેન્દ્ર જૈનની નિયમિત જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. સુપ્રીમ કોર્ટે 26 મે 2023ના રોજ સત્યેન્દ્ર જૈનને ચિકિત્સાના આધાર પર જામીન આપ્યા હતા અને તેને સમય સમય પર વધાર્યા. સત્યેન્દ્ર જૈને કેસમાં તેમની નિયમિત જામીન અરજી કરવા માટે દિલ્હી હાઇ કોર્ટના 6 એપ્રિલ, 2023ના આદેશને પડકાર આપતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સત્યેન્દ્ર જૈનને કથિત રૂપે તેમની સાથે જોડાયેલી કંપનીઓના મધ્યમથી મની લોન્ડ્રિંગના આરોપમાં 30 મે 2022ના રોજ ધરપકડ કરી હતી. આ અગાઉ સત્યેન્દ્ર જૈનની ભ્રષ્ટાચાર નિયંત્રણ અધિનિયમ હેઠળ વર્ષ 2017માં તેમની વિરુદ્ધ નોંધાયેલી CBIની પ્રાથમિકીના આધાર પર ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp