EDના સમન્સ પર ફરી નહીં હાજર થાય કેજરીવાલ, AAPએ કહ્યું- કેસ જ કોઈને ખબર નથી

PC: ndtv.com

રાઉજ એવેન્યૂ કોર્ટથી જામીન મળ્યા બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી એક સમન્સ મોકલ્યું છે. તેમને 18 માર્ચે એટલે કે આજે EDની ઓફિસમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે મુખ્યમંત્રીએ હાજર થવાનો ઇનકાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ ફરી એક વખત ED તરફથી મોકલવામાં આવેલા સમન્સને ગેરકાયદેસર બતાવ્યું છે.

આ વખત EDએ 2 અલગ અલગ કેસો માટે સમન્સ મોકલ્યા હતા. EDએ આજે અરવિંદ કેજરીવાલને દિલ્હી જળ બોર્ડ (DJB)માં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગની તપાસના સંબંધમાં હાજર થવા કહ્યું હતું. તો 21 માર્ચે EDએ તેમને દિલ્હી આબકારી નીતિ કૌભાંડના સિલસિલામાં પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હી જળ બોર્ડ સાથે જોડાયેલા કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત તેમના કાર્યાલયમાં ઉપસ્થિત થવા કહ્યું હતું.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ આજે હાજર નહીં થાય કેમ કે બાકી 8 સમન્સની જેમ આ સમન્સ પણ ગેરકાયદેસર છે. દિલ્હી સરકારના મંત્રી આતિષીએ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ED સામે હાજર નહીં થાય. જ્યારે કોર્ટ પાસેથી જામીન અપાઈ ચૂકી છે તો ED વારંવાર સમન્સ કેમ મોકલી રહી છે? EDના સમન્સ ગેરકાયદેસર છે.

આમ આદમી પાર્ટીએ આ અગાઉ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલવા રાજનીતિક ષડયંત્રના સંકેત છે. કોઈ જાણતું નથી કે, દિલ્હી જળ બોર્ડનો આ કેસ કઇ બાબતે છે. દિલ્હી સરકારના મંત્રી આતિષીએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એ કોઈક પ્રકારે કેજરીવાલની ધરપકડ કરવા અને તેમને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવાથી રોકવા માટે એક બેકઅપ યોજના લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp