નીતિશ કુમારે કહ્યું- હું શબ્દો પાછા લઉં છું, મારી પોતાની નિંદા કરું છું...

PC: twitter.com

નીતિશ કુમારના નિવેદન પર હાલમાં આખા દેશમાં હોબાળો મચ્યો છે, ત્યારે ભારે વિરોધનો સામનો કરતા નીતિશ કુમારે માફી પણ માગી લીધી છે. સદનમાં તેમણે માફી માગતા કહ્યું હતું કે, અમે મહિલાઓના શિક્ષણ પર ભાર આપીએ છીએ. જો મારી કોઈ વાતથી કોઈને તકલીફ થઈ હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું અને હું પોતે મારી નિંદા કરું. હું ન ફક્ત શરમ અનુભવું છું, પરંતુ મારું દુખ પણ પ્રકટ કરું છું.

નીતિશ કુમારે કહ્યું હતું કે, સૌની સહમતિથી ગઇકાલે એક નિર્ણય લેવામાં આવ્યો. અમે લોકો મહિલાઓના ભણતર પર કેટલું ધ્યાન આપીએ છીએ. જો છોકરી ભણેલી ગણેલી હોય તો પ્રજનન દર 2 ટકા છે. છોકરીઓ એટલું વધારે ભણી રહી છે, એટલે અમે વાત કહી છે. જો મારી વાતથી કોઈને તકલીફ થઈ હોય તો હું તેને પાછી લઉં છું. મારી નિંદા કરું છું. તેમણે સદનમાં કહ્યું આટલું સારું કામ કરી દીધું છે. તમે ગઇકાલે સહમત હતા. આજે તમને નિર્દેશ આવ્યો હશે કે મારી નિંદા કરો. તમે જે પણ કરો, હું તમારું સન્માન કરું છું. તેમણે મીડિયા સાથેની વાતમાં પણ કહ્યું હતું કે, જો મેં કોઈ વાત કહી અને તેની નિંદા થઈ રહી છે, તો તે મારા શબ્દો પાછા લઉં છું. મેં તો એમ જ કહી દીધું હતું. જો મારી વાત કહેવી ખોટી હતી, તો હું મારી વાત પાછી લઉં છું. જો કોઈ મારી નિંદા કરતું રહેતું હોય તો તેને અભિનંદન આપતો રહીશ.

Video: લગ્ન પછી પુરુષ રોજ રાતે... નીતિશ કુમારે એવું તે શું કહ્યું કે લોકો ભડક્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે વિધાનસભામાં જનસંખ્યા નિયંત્રણ પર જે નિવેદન આપ્યું તેને લઇ વિવાદ થયો છે. મહિલા આયોગથી લઇ સામાન્ય નાગરિકો સુધી સૌ કોઇ તેમના આ નિવેદનની નિંદા કરી રહ્યા છે. દેશની મહિલાઓએ નીતિશ કુમારને માફી માગવા પણ કહ્યું. જનસંખ્યાને નિયંત્રણ કરવા માટે મહિલાઓની વચ્ચે શિક્ષાના મહત્વ પર ભાર આપતા તેમણે એવી ટિપ્પણી કરી હતી, તેની ખૂબ ટીકા થઇ રહી છે.

હવે પોતે નીતિશ કુમારે તેમની આ ટિપ્પણીને લઇ માફી માગવી પડી છે. તેમણે કહ્યું કે, જો મારી ટિપ્પણીની આટલી નિંદા થઇ રહી છે અને મારી વાત ખોટી છે તો હું એ વાત પાછી ખેંચુ છું. પોતાની આ ટિપ્પણી માટે માફી માગી રહ્યો છું. વિધાનસભામાં પણ બિહારના સીએમએ પોતાની આ ટિપ્પણી પર માફી માગી. નીતિશ કુમારની આ ટિપ્પણી બાદ ભાજપા તેમના પર હમલાવર થઇ ગઇ છે.

મહિલા આયોગે બિહારના મુખ્યમંત્રીની આ ટિપ્પણી પર કહ્યું કે, આવી ટિપ્પણીઓ ન માત્ર પ્રતિગામી છે બલ્કે મહિલાઓ અને તેમની પસંદના અધિકારો પ્રત્યે પણ ખૂબ જ અસંવેદનશીલ છે. બિહારના મુખ્યમંત્રીએ આ ખૂબ જ આપત્તિજનક ટિપ્પણીઓને લઇ દેશની મહિલાઓની માફી માગવી જોઇએ. આયોગના અધ્યક્ષ રેખા શર્માએ બિહારના મુખ્યમંત્રીને સ્પષ્ટ માફીની માગ કરી હતી.

શું કહ્યું હતું નીતિશ કુમારે

બિહાર વિધાનસભામાં મંગળવારે બોલતા નીતિશ કુમારે જનસંખ્યા નિયંત્રણ સિદ્ધાંતને સમજાવ્યો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે તે નિવેદન આપે છે, ત્યારે વિધાનસભા સભ્યોનો હસવાનો અવાજ સાંભળી શકાય છે. તો ત્યાં બેસેલા મહિલા મંત્રી અસહજ જોવા મળે છે. નીતિશ કુમારે જાતિ સર્વેક્ષણ રિપોર્ટ પર વિસ્તારથી વાત કરતા કહ્યું કે, મહિલાઓની શિક્ષાએ રાજ્યમાં જનસંખ્યાને નિયંત્રણ કરવામાં મદદ કરી છે. પણ જ્યારે તેમણે આના પર વિસ્તારથી બોલવાનું શરૂ કર્યું તો સૌ કોઇ હેરાન રહી ગયા.

નીતિશ કુમારે કહ્યું, લગ્ન પછી પુરુષ પત્નીને યૌન સંબંધ બનાવવાનું બોલે છે. પણ જેવી રીતે અમે બિહારની મહિલાઓને શિક્ષિત કર્યા છે, તો તેઓ યોગ્ય સમયે પોતાના પતિને આવું કરતા રોકી લે છે. જેને કારણે બિહારની જનસંખ્યા નિયંત્રણમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp