આ બે રાજ્યના મુખ્યમંત્રીએ બજેટના કર્યા ભરપેટ વખાણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું બજેટ રજૂ કરી દીધું. એક બાજુ આ બજેટની વિપક્ષ ટીકા કરી રહ્યું છે તો ભાજપના સહયોગી રાજ્યોને આ બજેટ સારું લાગ્યું છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને બિહારને આ બજેટમાં મજા પડી ગઈ છે, કારણ કે સૌથી વધુ રકમ આ બે રાજ્યોને ફાળવવામાં આવી છે. આ બજેટમાં NDAના સહયોગી JDU અને TDPનું ખાસ ધ્યાન રાખીને કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ અને બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. જ્યારે વિપક્ષ બિહાર અને આંધ્ર પ્રદેશને મળેલા આ પેકેજ પર આરોપ લગાવી રહ્યું છે કે આ જાહેરાતો મોદી સરકારને બચાવવા માટે કરવામાં આવી છે, ત્યારે બિહારના CM નીતિશ કુમાર અને TDPના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ આ બજેટ પર ખુશી વ્યક્ત કરી છે. CM ચંદ્રબાબુ નાયડુએ આ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ બજેટે રાજ્યને ઓક્સિજન પુરો પાડ્યો છે જે વેન્ટિલેટર પર હતું. પરંતુ આ માત્ર શરૂઆત છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
JDU નેતા અને CM નીતિશ કુમારે બજેટ અંગે કહ્યું હતું કે અમે શરૂઆતથી જ બિહાર માટે આર્થિક મદદની માગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર પાસે સતત વિશેષ રાજ્યના દરજ્જાની માંગણી કરી રહ્યા છીએ. પરંતુ અમે એવી માંગણી પણ કરી હતી કે કાં તો અમને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અથવા અમને વિશેષ પેકેજ આપવામાં આવે. સરકાર દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતથી અમે ખુશ છીએ અને તે આવકારદાયક પગલું છે.
મોદી સરકાર 3.0ના પહેલા બજેટ અગાઉ કેન્દ્ર સરકારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઇનકાર કરવા પર રાજકારણ ગરમ રહ્યું. બજેટ અગાઉ વિશેષ રાજ્યના દરજ્જાને લઇને સવાલ પર પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, બધી ધીરે ધીરે ખબર પડશે. નજરો બજેટ પર ટકી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બજેટ ભાષણ શરૂ કર્યું, બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ભંડાર ખોલી દીધો, જેના સમર્થનથી સરકાર ચાલી રહી છે.
On behalf of the people of Andhra Pradesh, I thank the Hon'ble Prime Minister, @narendramodi Ji and Hon'ble Union Finance Minister, @nsitharaman Ji, for recognising the needs of our State and focusing on a Capital, Polavaram, industrial nodes and development of backward areas in… pic.twitter.com/ImgW3sor8d
— N Chandrababu Naidu (@ncbn) July 23, 2024
નાણાં મંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં ઇસ્ટર્ન રીજનના બહુમુખી વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ પણ આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ યોજના હેઠળ માનવ સંસાધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે અને આર્થિક અવસર ઉત્પન્ન થશે. તેનાથી આ રીજન વિકસિત ભારત માટે એન્જિન બનીને સામે આવશે. તેમણે અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર હેઠળ ઇન્ડસ્ટ્રિયલ લોડ ગયાનો વિકાસ કરવામાં આવશે.
નાણાં મંત્રી પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવે, બોધગયા-રાજગીર-વૈશાલી અને દરભંગા સ્પર્શ સાથે જ બક્સરમાં ગંગા નદી પર 2 લેનનો નવો બ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી. આ પરિયોજનાઓ પર 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. નાણા મંત્રીએ ભાગલપુર જિલ્લાના પીરપૈંતીમાં 2400 મેગાવોટના પાવર પ્લાન્ટ સહિત 21 હજાર 400 કરોડ રૂપિયાની પાવર પરિયોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી.
નાણા મંત્રીએ નવા એરપોર્ટ્સ, મેડિકલ કૉલેજ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ નિર્માણની જાહેરાત કરી અને એમ પણ કહેવામાં આવ્યું કે, બિહાર સરકારના મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બેંકોથી સહાયતાના અનુરોધમાં તેજી લાવવામાં આવશે. તેમણે ગયામાં વિષ્ણુપદ કોરિડોરના નિર્માણની પણ જાહેરાત કરી. નાણા મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આંધ્ર પ્રદેશને લઇને કહ્યું કે, રાજ્યની પૂંજી આવશ્યકતાઓને ઓળખતા સરકારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમની પ્રતિબદ્ધતાઓને પૂરા કરવાના પ્રયાસ કર્યા છે.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર બહુપક્ષીય એજન્સીઓના માધ્યમથી વિશેષ નાણાકીય સહાયતા આપશે. નાણા મંત્રીએ કહ્યું કે, ભવિષ્યમાં અતિરિક્ત રકમ સાથે જ ચાલુ નાણાકીય વર્ષમાં 15 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકાર પોલાવરમ સિંચાઇ પરિયોજનાને જલદી પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પરિયોજના આંધ્ર પ્રદેશ અને તેના ખેડૂતો માટે લાઇફલાઇન છે. નાણા મંત્રીએ વિશાખાપટ્ટનમ-ચેન્નાઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર માટે સ્પેશિયલ પેકેજની પણ જાહેરાત કરવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp