CM શિંદે કેન્દ્રીય મંત્રી અને તેમના પુત્ર DyCM બને, આ ફોર્મ્યુલા કેટલી અસરકારક

PC: livehindustan.com

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની ધમાકેદાર જીત પછી CM પદની ચર્ચા ચરમ સીમા પર છે. શિવસેનાના ધારાસભ્યો CM એકનાથ શિંદે CM પદ પર રહે તે માટે સતત દબાણ કરી રહ્યા છે. જો કે BJPના નેતાઓ DyCM દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાના સમર્થનમાં છે. DyCM દેવેન્દ્ર ફડણવીસને NCPનું સમર્થન પણ છે. આ ઘટના વચ્ચે DyCM દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત પણ કરશે. એકલા BJPને વિધાનસભામાં 132 બેઠકો મળી છે, જ્યારે શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહારાષ્ટ્રમાં એક ફોર્મ્યુલા પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, CM એકનાથ શિંદેને કેન્દ્રીય મંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જ્યારે તેમના પુત્ર શ્રીકાંત શિંદેને મહારાષ્ટ્રના DyCM બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્યારે DyCM દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના CM અને અજિત પવાર પણ DyCM બનશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, BJP આ ફોર્મ્યુલા દ્વારા ત્રણેય પક્ષોને એકજુટ રાખવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી CM શિંદેના સન્માનને ઠેસ પણ નહીં પહોંચે અને મામલો પણ સરળતાથી ઉકેલાઈ જશે. જોકે શિવસેનાના નેતાઓ CM એકનાથ શિંદેને CM બનાવવા માટે સતત દબાણ કરી રહ્યા છે.

BJP માટે શિંદેને હટાવવાનું એટલું સરળ પણ નથી. CM શિંદે મરાઠા સમુદાયના છે, જ્યારે DyCM દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ છે. છેલ્લા ઘણા મહિનાઓમાં મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન અને મરાઠા નેતૃત્વના દાવા પણ કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં BMC મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. BJP કોઈ જોખમ લેવા માંગતી નથી. અત્યાર સુધી BMCમાં શિવસેના અને ઉદ્ધવ ઠાકરેનું વર્ચસ્વ રહ્યું છે. જો કે આ વખતે BJP તેના પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે.

ભારતીય જનતા પાર્ટીએ CM પદના દાવા પર અલગ મંતવ્ય અપનાવ્યું અને કહ્યું કે, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈમાં હતા ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, મહાયુતિ CM શિંદેના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે, પરંતુ મહાયુતિને સ્પષ્ટપણે બહુમતી મળે તે સ્થિતિમાં નવા CM અંગેનો નિર્ણય BJPના સંસદીય બોર્ડ અને શિવસેના અને NCPના વડાઓ દ્વારા લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું, 'નવા CMની નિમણૂક પર શાહનું નિવેદન સ્પષ્ટ છે. તેમણે ક્યારેય એમ નથી કહ્યું કે, CM શિંદેને CM બનાવવામાં આવશે.'

અહીં તમને જણાવી દઈએ કે, 2022માં, શિંદેએ શિવસેના સામે બળવો કર્યો અને 41 ધારાસભ્યો સાથે BJP સાથે સરકાર બનાવી હતી. તે દરમિયાન BJP દ્વારા શિંદેને CM પદની ઓફર કરવામાં આવી હતી અને તેમણે તેનો સ્વીકાર કરી લીધો હતો. BJPએ વિધાનસભા ચૂંટણીમાં કોઈને CM ચહેરા તરીકે જાહેર કર્યા ન હતા, પરંતુ સમગ્ર ચૂંટણી CM એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp