CM શિંદેની જાહેરાત, મરાઠાને કુણબી જાતિનો દરજ્જો આપશે, મનોજ જરાંગેના ઉપવાસ ખતમ

PC: navbharattimes.indiatimes.com

મરાઠા આરક્ષણ આંદોલન ઉગ્ર બનતાની સાથે જ મહારાષ્ટ્ર સરકારનો સમગ્ર સ્ટાફ એક્શનમાં આવી ગયો હતો. CM એકનાથ શિંદેએ મંગળવારે સવારે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે પાટિલ સાથે ફોન પર વાત કરી હતી. CM એકનાથ શિંદેએ આશ્વાસન આપ્યું કે, અનામતનું વચન કાયદાની કસોટી પર ખરું ઉતરશે અને કુણબી પ્રમાણપત્રોના વિતરણ અંગે સરકાર નક્કર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપવા અંગે આજની કેબિનેટમાં નક્કર નિર્ણય લેવામાં આવશે. CM એકનાથ શિંદેના આશ્વાસન પછી મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે સાતમા દિવસે પાણી પીને પોતાના અનિશ્ચિત ઉપવાસનો અંત લાવ્યો હતો. મનોજ જરાંગે અંતરવલી સરાતી ગામમાં ભૂખ હડતાળ પર બેઠા હતા. સોમવારે જરાંગેની તબિયત બગડી ગઈ હતી, ત્યાર પછી રાજ્યમાં પ્રદર્શનકારીઓ ગુસ્સે થઈ ગયા હતા.

CM એકનાથ શિંદે મંગળવારે સવારે મરાઠા આરક્ષણની માગણીને લઈને અંતરવલી સરાતી ગામમાં ભૂખ હડતાળ પર બેઠેલા નેતા મનોજ જરાંગે પાટીલ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન CM શિંદેએ જરાંગે પાટિલના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. બંને વચ્ચે મરાઠા સમુદાયને અનામત આપવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી. વાતચીત દરમિયાન CM શિંદેએ કહ્યું કે, મરાઠા આરક્ષણના મુદ્દાને કાયદાકીય રીતે ઉકેલવો જરૂરી છે અને આ માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. તેમણે ખાતરી આપી હતી કે, મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે કાયદાકીય પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે આ વખતે અનામતનો આદેશ કાયદાની કસોટી પર ખરો ઉતારશે અને કાયમ માટે રહેશે.

આ દરમિયાન, મરાઠા આંદોલનને કારણે, મુંબઈમાં CM શિંદેના નિવાસસ્થાન વર્ષા, મંત્રાલયની સામે NCP કાર્યાલય (અજિત પવાર) અને અન્ય ઘણા નેતાઓના બંગલાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. CM એકનાથ શિંદે ઉપરાંત DyCM દેવેન્દ્ર ફડણવીસે પણ કુણબી મરાઠાને OBCનો દરજ્જો આપવાનો સંકેત આપ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આજની કેબિનેટ બેઠકમાં મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ અંતર્ગત મરાઠા સમુદાયના લોકોને કુણબી જાતિનો દરજ્જો આપીને OBCમાં સામેલ કરી શકાય છે. મરાઠા સમુદાયના લોકોનું કહેવું છે કે, સપ્ટેમ્બર 1948માં નિઝામના શાસનના અંત સુધી મરાઠાઓને કુણબી માનવામાં આવતા હતા અને તેઓ OBC હતા. તેથી મરાઠા સમાજના લોકોને ફરીથી કુણબી જાતિનો દરજ્જો આપીને OBCમાં સમાવવા જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, મરાઠા આરક્ષણના મુદ્દાને કાયદાકીય રીતે ઉકેલવા માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. આ અરજી અંગે રાજ્ય સરકારને સલાહ આપવા માટે નિષ્ણાતોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp