CM શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ, દુર્ઘટનાથી માંડ-માંડ બચ્યા

PC: twitter.com/ANI_MP_CG_RJ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે સાંજે બાલ-બાલ બચી ગયા. શિવરાજ સિંહ ચૌહાણને લઇ જઇ રહેલા ખાનગી કંપનીના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલી ખામી આવી જવાના કારણે તેની ધાર જિલ્લાના મનાવર શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી. જો કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને તેમાં કોઇ ઇજા થઇ નથી અને તેઓ પૂરી રીતે સુરક્ષિત છે. મુખ્યમંત્રીને રોડ માર્ગે ધાર જિલ્લા મુખ્યાલય માટે રવાના કરી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમણે એક ચૂંટણી જનસભામાં સામેલ થવાનું હતું.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મનાવર બાદ ધાર જિલ્લા મુખ્યાલય પર એક રેલીમાં સામેલ થવાનું હતું. જેના કારણે તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે હેલિકોપ્ટરમાં સવાર થયા હતા. ઉડાણ ભરતી વખત જ તેમાં ટેક્નિકલી ખામી આવી ગઇ. પાયલટે કોઇ પણ રિસ્ક ન લેતા પરત મનાવરના હેલીપેડ તરફ હેલિકોપ્ટરને વાળી દીધો અને ત્યાં તેની ઇમરજન્સી લેન્ડિંગ કરાવી દીધી. તેનાથી હાલના પ્રશાસનિક વિભાગ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓમાં અફરાતફરી મચી ગઇ.

હેલિકોપ્ટર સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ બધાએ રાહતના શ્વાસ લીધા. ત્યારબાદ મુખ્યમંત્રી માટે તાત્કાલિક કારની વ્યવસ્થા કરાવવામાં આવી, જેમાં સવાર થઇને તેઓ પોતાના કાફલા સાથે ધાર જવા રવાના થઇ ગયા હતા. હેલિકોપ્ટરમાં ટેક્નિકલી ખામી આવવાથી થોડા સમય પહેલા શિવરાજ સિંહ ચૌહાણે રેલીમાં વૃદ્ધો માટે ‘તીર્થ દર્શન યોજના’ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વખત વૃદ્ધોને રેલવેથી દર્શન માટે મોકલવામાં નહીં આવે, પરંતુ રાજ્ય સરકાર તેમના માટે હવાઇ જહાજની વ્યવસ્થા કરશે.

મનાવર પેટાવિભાગીય પોલીસ અધિકારી (SDOP) ધીરજ બબ્બરે જણાવ્યું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મનાવરથી ધાર જવાનું હતું અને હેલિકોપ્ટરે ઉડાણ ભરી લીધી હતી, પરંતુ ટેક્નિકલી ખામી આવવાના કારણે પુનઃ હેલિકોપ્ટરને મનાવર ઉતારવામાં આવ્યો. હેલિકોપ્ટર સુરક્ષિત ઉતર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને રોડ માર્ગે ધાર લઇ ગયા. મનાવર ધારથી લગભગ 75 કિલોમીટર દૂર છે.

ધાર જિલ્લામાં 3 નગર પાલિકા ધાર, મનાવર, પિથમપુર અને 6 નગર પરિષદ કુક્ષી, ડહી, ધરમપુરી, ધામનોદ, સરદારપુર, રાજગઢમાં 20 જાન્યુઆરીના રોજ મતદાન થવાનું છે. તો 23 જાન્યુઆરીના રોજ મતગણતરી થવાની છે. એ જ ચૂંટણીઓ માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે જનસભા કરવા માટે પહોંચ્યા હતા. એ દરમિયાન તેમણે રવિવારે 5 ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp