હિમાચલના CM સુખવિંદર સુખુના રાજીનામાની માગ, શું પડી જશે કોંગ્રેસ સરકાર

PC: khabarchhe.com

હિમાચલ પ્રદેશથી મોટા સમાચાર મળી રહ્યા છે. મંત્રી વિક્રમાદિત્ય બાદ મંત્રીઓ અને ધારાસભ્યોની નારાજગી વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની પાર્ટી હાઇકમાનને રજૂઆત કરી હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ CM સુખુએ સ્પષ્ટ કરી દીધું છે કે મેં કોઈ રાજીનામું આપ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. હિમાચલ પ્રદેશની એક સીટ પર થયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની જીત થઈ, જ્યારે સત્તાધારી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંધવીને ક્રોસ વોટિંગના કારણે હારનો સામનો કરવો પડ્યો. હિમાચલ પ્રદેશમાં ભાજપ પાસે બહુમત નહોતું, પરંતુ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. એ સિવાય 3 અપક્ષ ધારાસભ્યોએ પણ કોંગ્રેસનો સાથ ન આપ્યો, જેના કારણે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારોને બરાબર બરાબર વોટ મળ્યા.

આ પહેલી વખત છે જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં 2 ઉમેદવારોને બરાબર બરાબર વોટ મળવાના કારણે પરચીથી હાર જીતનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે, આ પરચીના નિર્ણયમાં પણ કોંગ્રેસને નસીબે સાથ ન આપ્યો અને તેમાં ભાજપની જીત થઈ. તો હિમાચલ વિધાનસભામાં બજેટ રજૂ થશે. આ દરમિયાન ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ સરકાર પોતાના ધારાસભ્યોનો ભરોસો ગુમાવી ચૂકી છે. જયરામ ઠાકુરના નેતૃત્વમ ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલ પાસે વોટિંગ ડિવિઝનની માગ કરી છે.

હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ બાબતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પોતાની નજર બનાવી રાખી છે. તેમણે હિમાચલ પ્રદેશની ઘટનાની સંપૂર્ણ જાણકારી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેને આપી છે. જાણકારો મુજબ, તેમણે જણાવ્યું કે, કેટલાક ધારાસભ્યોએ તેમની સાથે વાત કરી છે. વિક્રમાદિત્ય સિંહે મંગળવારે પ્રિયંકા ગાંધી સાથે વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ આ ઘટનાક્રમ પર નજર બનાવી રાખી છે. તેઓ સતત સુખુ અને રાજીવ શુક્લા સાથે સંપર્કમાં છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં જે પ્રકારે હોબાળો થયો, તેને જોતા સ્પીકરે નેતા પ્રતિપક્ષ જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સદનમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેની સાથે જ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ભાજપના સસ્પેન્ડ કરાયેલા 15 ધરાસભ્યોમાં જયરામ ઠાકુર, વિપિન સિંહ પરમાર, વિનોદ કુમાર, જનક રાજ, બલબીરવર્મા, સુરેન્દ્ર શૌરી, ઇન્દર સિંહ ગાંધી, હંસરાજ, લોકેન્દ્ર કુમાર, રણધીર શર્મા, રણવીર સિંહ નિકકા સામેલ છે. તેઓ વિધાનસભામાં ધરણા પર બેસી ગયા છે.

તો આ દરમિયાન રાજ્ય સરકારમાં મંત્રી વિક્રમદિત્ય સિંહે રાજીનામું આપી દીધું છે. તેઓ પોતાના પિતાને યાદ કરતા ભાવુક થઈ ગયા. તેમણે પિતાની તુલના મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર સાથે કરી. તેમણે કહ્યું કે, આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામ પર થઈ. ભારે મન સાથે કહેવું પડી રહ્યું છે કે, જે વ્યક્તિના કારણે હિમાચલમાં કોંગ્રેસની સરકાર બની, તેમની મૂર્તિ મૂકવા માટે શીમલાના મોલ રોડ પર 2 ગજ જમીન ન આપી. એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.

2022ની ચૂંટણી જે પરિસ્થિતિઓમાં થઈ હતી, એ સમયે નેતા પ્રતિપક્ષ મુકેશ અગ્નિહોત્રી અને પ્રતિભા સિંહે મળીને પ્રયાસ કર્યા. વીરભદ્ર સિંહનું નામ ત્યારે ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટી તરફથી જાહેરાતના માધ્યમથી વીરભદ્રની તસવીરના માધ્યમથી જનતા પાસે વોટ માગવામાં આવ્યા. મેં ક્યારેય પદની લાલસા કરી નથી. ઉલ્લેખનીય છે કે, વિક્રમદિત્ય સિંહ 4 વખત મુખ્યમંત્રી રહેલા વીરભદ્ર સિંહના પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp