'આવો, મારી બાજુમાં આવી જાઓ', મહિલાને આવું કહી નવા વિવાદમાં તમિલનાડુ BJP ચીફ

PC: thelallantop.com

તમિલનાડુ BJPના અધ્યક્ષ K. અન્નામલાઈ ફરી એકવાર નવા વિવાદમાં આવી ગયા છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સવાલ પૂછનાર મહિલા પત્રકાર સાથે તેણે જે રીતે વાત કરી તેની નિંદા થઈ રહી છે. પ્રશ્નથી ગુસ્સે થયેલા K. અન્નામલાઈએ મહિલા પત્રકારને કેમેરાની સામે આવવા કહ્યું, જેથી બધા જોઈ શકે કે તે કોણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોઈમ્બતુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મહિલા પત્રકારે અન્નામલાઈને પૂછ્યું કે, જો તેઓ રાજ્ય એકમના અધ્યક્ષ ન હોત તો શું તેઓ હજુ પણ BJP સાથે જોડાયેલા હોત? આના પર K. અન્નામલાઈએ મહિલા પત્રકારને પોતાની બાજુમાં આવીને કેમેરા સામે ઊભા રહેવા કહ્યું, જેથી કરીને TV પર જોઈ શકાય કે, કોણે પ્રશ્ન પૂછ્યો છે.

તેણે કહ્યું, આવો. મારી બાજુમાં આવીને ઊભા રહો. મને આવો પ્રશ્ન કોણે કર્યો છે તે લોકોને TV દ્વારા જોવા દો. પ્રશ્નો પૂછવાની પણ એક રીત હોય છે. આવો શાનદાર સવાલ પૂછનાર વ્યક્તિ વિશે 8 કરોડ લોકોએ જાણવું જોઈએ.

તેણે વધુમાં કહ્યું કે, હું પૂર્ણ સમયનો રાજકારણી નથી. મારી પ્રથમ ઓળખ એક ખેડૂત તરીકેની છે, પછી એક રાજકારણી તરીકે અને પછી BJP સાથે છું.

જ્યારે સાથી પત્રકારોએ મહિલા પત્રકારનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અન્નામલાઈએ કહ્યું કે, તેઓ માત્ર પત્રકારને યોગ્ય રીતે પ્રશ્નો પૂછવાની સલાહ આપી રહ્યા હતા. મહિલા પત્રકારને કહ્યું કે બહેન, હું સારા ઈરાદાથી તમને સલાહ આપું છું.

તમિલનાડુ કોંગ્રેસના મહાસચિવ લક્ષ્મી રામચંદ્રને આ મામલે એક પોસ્ટમાં લખ્યું, 'હે ભગવાન..., આ અહંકાર અને આત્મસંતુષ્ટિની ટોચ છે. એક મહિલા પત્રકારને તેનું કામ કરવા માટે ડરાવવામાં આવે છે અને શરમ મહેસુસ કરાવવામાં આવે છે! શું તેઓ માને છે કે તેઓ ભગવાન છે? ક્યાં સુધી આપણે આ સહન કરતા રહીશું? હું રાજ્યની તમામ મહિલા નેતાઓને વિનંતી કરું છું કે, તેઓ આની નિંદા કરે અને માફીની માંગણી કરે!

કોઈમ્બતુર પ્રેસ ક્લબે અન્નામલાઈના આ પગલાની નિંદા કરી છે. પ્રમુખ A.R.બાબુએ કહ્યું કે, પત્રકારત્વ પર નીતિશાસ્ત્રનો ઉપદેશ આપતા પહેલા અન્નામલાઈએ નેતા બનવાની નૈતિકતા શીખવી જોઈએ અને સન્માન સાથે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, પત્રકારત્વ નાગરિકો અને સરકાર વચ્ચે સેતુનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp