3rd ACમા બાથરૂમ જવાની જગ્યા નહીં, 'પુત્ર માટે માએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવું પડ્યું'

PC: aajtak.in

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને ટ્રેનની સમસ્યા વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું કે, તેની બહેનને ચાલતી ટ્રેનમાંથી ઉતરવું પડ્યું, કારણ કે તેનું બાળક સ્ટેશન પર જ રહી ગયું હતું. ત્યાં એટલી બધી ભીડ હતી કે, તેની બહેનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ટ્રેનમાં ચડવું મુશ્કેલ બન્યું. તે અંદર જવા માટે સક્ષમ હતી, પરંતુ તેનું બાળક સ્ટેશન પર જ રહી ગયું. તેણે લખ્યું કે આ બધું થર્ડ AC કોચમાં થયું. આ પોસ્ટમાં તેણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે મંત્રાલયને પણ ટેગ કર્યા છે.

રચિત જૈન નામના યુઝરે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. તેણે એન્ટ્રી ગેટની તસવીર પણ શેર કરી છે. હવે તેની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેની પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રચિત જૈને લખ્યું, 'તેના બાળકને પાછું લાવવા માટે મારી બહેનને ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવું પડ્યું. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેના કારણે તેને ઘણી ઈજાઓ થઈ. આ ચિંતાનો વિષય છે. આરામદાયક મુસાફરી માટે પૈસા આપનાર મુસાફરો શૌચાલય જેવી પાયાની સુવિધાઓ સુધી પહોંચવા સહિતની ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.'

રચિતે આગળ લખ્યું, 'ટિકિટ વગરના મુસાફરો પણ ટ્રેનની અંદર છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. આવી સ્થિતિને તાત્કાલિક ઉકેલવા માટે કૃપા કરીને રેલવે પોલીસ અથવા ટિકિટ ચેકરની વ્યવસ્થા કરો. મુસાફરોની સલામત અને આરામદાયક મુસાફરી માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.'

આ પોસ્ટ 13 એપ્રિલના રોજ શેર કરવામાં આવી હતી. આ પછી રચિતે આ પોસ્ટના થ્રેડમાં બીજી ઘણી પોસ્ટ કરી. આમાં તેમણે રેલવેની અન્ય ઘણી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. આવી જ એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'રેલ્વેએ મુરાદાબાદ સ્ટેશન પર સહાયનું વચન આપ્યું હતું. તેમ છતાં પણ, 72 લોકો માટેના કોચમાં 500થી વધુ મુસાફરો ફસાયેલા રહ્યા હતા. આમ છતાં શૌચાલય સુધી પહોંચવાનું શક્ય ન હોવાની સાથે સાથે લોકોને તાત્કાલિક તબીબી સહાયની જરૂરવાળા ઘાયલ લોકો માટે હજુ સુધી કોઈ ઉપાય શોધી કાઢવામાં આવ્યો નથી.'

આ પછી રચિતે બીજી પોસ્ટ દ્વારા શૌચાલયની સમસ્યાનો ઉલ્લેખ કર્યો. રચિને લખ્યું, 'કોચમાં ભીડ હોવાને કારણે ટોઇલેટ જવું અશક્ય બની ગયું. આ કારણે એક મહિલા પેસેન્જરે 4 કલાક સુધી તેનો ઉપયોગ કર્યો ન હતો. તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શૌચાલયની સાફ સફાઈ અને તેને દરેક માટે અનુકૂળ બનાવવા માટે તાત્કાલિક કોઈ ઉપાય વિચારવાની જરૂર છે.'

ઘણા વધુ લોકો પોસ્ટ પર તેમની સમસ્યાઓની યાદી આપી રહ્યા છે. આવા જ એક યુઝરે પોસ્ટના કોમેન્ટ બોક્સમાં લખ્યું, 'ગયા મહિને મને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. રેલવેના કોઈ અધિકારીએ કોઈ કાર્યવાહી કરી ન હતી. છેલ્લા સ્ટોપ સુધી ટ્રેનમાં TTE જોવા મળ્યો ન હતો.'

'રેલ્વેએ આ બાબતને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી છે. AC અને સ્લીપર કોચમાં બિનઆરક્ષિત લોકોની ભીડની ઘણી ફરિયાદો છે.'

આ પોસ્ટ લખાઈ રહી છે ત્યાં સુધી 9 લાખથી વધુ લોકોએ આ પોસ્ટ જોઈ છે, જ્યારે સાડા 6 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp