દિલ્હીમાં 3 વિદ્યાર્થીઓ બચી જાત જો આ વિદ્યાર્થીની વાત સાંભળી હોત
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં સ્થિત Rau’s IAS કોચિંગ સેન્ટરમાં 27 જુલાઇની સાંજે એક દુઃખદ ઘટના થઇ, જેમાં 2 વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થીનું મોત થઇ ગયું. બહાર રોડ પર પાણી ભરાયેલું હતું, જે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં બનેલી લાઇબ્રેરીમાં ભરાઇ ગયું. અકસ્માતના સમયે લાઇબ્રેરીમાં ઉપસ્થિત 30 વિદ્યાર્થીઓમાંથી 27 બહાર નિકળવામાં સફળ રહ્યા, જ્યારે 3 ત્યાં જ ફસાઇ ગયા. હવે આ મામલે એક નવી જાણકારી સામે આવી છે.
એક વિદ્યાર્થીએ દાવો કર્યો કે, તેણે Rau’s IAS કોચિંગ સેન્ટરને લઇને થોડા દિવસ અગાઉ જ ફરિયાદ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી ન થઇ. મીડિયા રિપોર્ટ મુજબ, UPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી કિશોર સિંહ કુશવાહાએ 26 જૂન 2024ના રોજ કેન્દ્ર અને દિલ્હી સરકારને પબ્લિક ગ્રીવેન્સ પોર્ટલના માધ્યમથી આ મામલાની ફરિયાદ મોકલી હતી. તેણે પોતાની ફરીયાદમાં કહ્યું હતું કે, Rau’s IAS કોચિંગના બેઝમેન્ટમાં NOC વિના ક્લાસ ચલાવવામાં આવી રહ્યો છે. બેઝમેન્ટમાં વિદ્યાર્થીઓને બેસાડીને ટેસ્ટ પણ લેવામાં આવી રહી છે. આ ફરિયાદમાં કિશોર કોઇ મોટી દુર્ઘટનાની સંભાવના વ્યક્ત કરી હતી.
દિલ્હીમાં જ UPSCની તૈયારી કરી રહેલા કિશોર કુશવાહાએ જણાવ્યું કે, મેં 26 જૂન 2024ના રોજ Rau’s IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટને લઇને ફરિયાદ કરી હતી. પબ્લિક ગ્રીવેન્સ પોર્ટલના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જણાવ્યું હતું કે ઓલ્ડ રાજેન્દ્ર નગર અને સાઉથ પટેલ નગરમાં લાઇબ્રેરી અને કોચિંગ બેઝમેન્ટ સંચાલિત થઇ રહ્યા છે. મેં રાવ કોચિંગ સેન્ટરને લઇને જણાવ્યું હતું કે તેના બેઝમેન્ટમાં દુર્ઘટના થવાની સંભાવના લાગી રહી છે. આ પ્રકારની ઘટનાઓ માટે પૂરી જવાબદારી પ્રશાસનની છે. સરકારે ઉચિત પગલું ઉઠાવવું જોઇએ અને એવા સંચાલકો પર સખત કાર્યવાહી થવી જોઇએ.
કિશોરે જણાવ્યું કે, તેણે માત્ર ફરિયાદ જ નહીં, પરંતુ 15 જુલાઇ 2024 અને પછી 22 જુલાઇ 2024ના રોજ પોતાની ફરિયાદનું રિમાઇન્ડર પણ પોર્ટલ પર મોકલ્યું. તેણે જણાવ્યું કે, આ એક ખૂબ જરૂરી મુદ્દો છે અને તેના પર તાત્કાલિક કાર્યવાહીની જરૂરિયાત છે. કિશોર કિશવાહ મુજબ જો સરકાર અને પ્રશાસને તેની ફરિયાદ પર ધ્યાન આપ્યું હોત તો આ ઘટના કદાચ ન બનતી અને શ્રેયા યાદવ, તાન્યા સોની અને નેવીન ડાલ્વિન આજે જીવતા હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp