સમોસામાં બટાકાને બદલે કોન્ડોમ...પૂણેની કંપનીમાં થયો હોબાળો

PC: eastafricachef.com

ભલે તમારા સમોસામાં બટેટા મળ્યા હશે, પરંતુ પૂણેના સમોસામાં નિરોધ, ગુટખા અને પથ્થર મળ્યા છે. જી હા, પૂણેના પીંપરી ચિંચવાડમાં એક મોટી ઓટોમોબાઈક કંપનીની કેન્ટીનમાં સપ્લાઈ કરવામાં આવેલા સમોસામાં તથા કથિત નિરોધ, ગુટખા અને પથ્થર મળ્યા છે. આ વાત હવે પોલીસ સુધી પહોંચી ગઈ છે. આ ઘટના બાદ 5 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ જાણકારી આપી છે.

અધિકારીએ કહ્યું કે, જે લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં એ કંપનીના 2 કર્મચારી સામેલ છે, જેણે ઑટોમોબાઇલ કંપનીએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ બંને બંને કર્મચારીઓને સમોસાની સપ્લાઈ પૂરી કરવા કહેવામાં આવ્યું હતું. આ બંને સાથે એક બીજી કંપનીના 3 અન્ય લોકો મળેલા હતા, જેને પહેલા ભેળસેળના આરોપમાં કોન્ટ્રાક્ટથી હટાવી દેવામાં આવી હતી. આ ત્રણેયે બિઝનેસની દુશ્મનીમાં ષડયંત્ર રચ્યું.

પોલીસે કહ્યું કે, પહેલા જે 3 પાર્ટનરોને તેમના ખોટા કામોના કારણે હટાવવામાં આવ્યા હતા, એ ત્રણેયે મળીને તથાકથિત આ 2 કર્મચારીઓને એ સુનિશ્ચિત કરવા કામ પર લાવ્યા હતા કે જે કંપનીને અત્યારે સમોસાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તે બદનામ થઈ જાય. આ કારણે બંને કર્મચારીઓએ સમોસામાં નિરોધ, પત્થર અને ગુટખાની સ્ટફિંગ કરી. તેમણે કહ્યું કે કેટલિસ્ટ સર્વિસ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ઑટોમોબાઇલ કંપનીની કેન્ટીનમાં ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે જવાબદાર છે. ઑટોમોબાઇલ ફાર્મે મનોહર એન્ટરપ્રાઈઝીસ નામની એક અન્ય કંપનીને સમોસાં ઉપલબ્ધ કરાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

શનિવારે ઑટોમોબાઇલ ફર્મના કેટલાક કર્મચારીઓને સમોસામાં નિરોધ, ગુટખા અને પથ્થર મળ્યા. આ ઘટના બાદ મનોહર એન્ટરપ્રાઈઝીસે જ્યારે પોતાના સ્ટાફની પૂછપરછ કરી તો એ જાણવા મળ્યું કે ફિરોઝ શેખ અને વિક્કી શેખે કથિત રૂપે સમોસામાં નિરોધ, ગુટખા અને પથ્થર મળાવી દીધા હતા. ચિખલી પોલીસ સ્ટેશનના અધિકારીએ આ જાણકારી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે IPCની કલમ 328 (ઝેરના માધ્યમથી ઇજા પહોંચાડવી) અને 120-B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ કેસ નોંધ્યો છે. બંને આરોપીઓએ મને જણાવ્યું કે, તેઓ SRA એન્ટરપ્રાઈઝીસના કર્મચારી છે અને તેમને તેમના પાર્ટનરોએ મનોહર એન્ટરપ્રાઈઝીસ દ્વારા પુરવઠાના સમોસામાં ભેળસેળ કરવા મોકલવામાં આવ્યા હતા.

SRA એન્ટરપ્રાઈઝીસને પહેલા કોન્ટ્રાક્ટથી હટાવી દેવામાં આવી હતી કેમ કે તેમના દ્વારા પહોંચાડાયેલા નાસ્તામાં એક પટ્ટી (બેન્ડેજ) જોવા મળી હતી અને તેના 3 પાર્ટનર હતા, જેની ઓળખ રહીમ શેખ, અજહર શેખ અને મજહર શેખના રૂપમાં થઈ હતી. આ ત્રણેય મનોહર એન્ટરપ્રાઈઝીસની બજાર પ્રતિષ્ઠાને ધૂમિલ કરવા માગતા હતા એટલે સમોસામાં ભેળસેળ કરાવી. પોલીસે કહ્યું કે, એક વ્યક્તિની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp