અભિનંદન, તમે લોટરીમાં કાર જીત્યા છો, ફોન આવ્યો, પોલીસના ખાતામાંથી 82000 ઉડી ગયા

PC: aajtak.in

બાંદામાં સાયબર ઠગબાજોએ પોલીસકર્મીને જ છેતરપિંડીનો શિકાર બનાવ્યો. તેમનો પુત્ર એક હરીફાઈમાં સફારી કાર જીત્યો હોવાનું કહીને તેમની પાસેથી રૂ. 82 હજાર પડાવી લીધા હતા. જ્યારે મામલો SP સુધી પહોંચ્યો તો, તરત જ કાર્યવાહી કરવામાં આવી. કહેવાય છે કે, ચારેય ઠગ ઝારખંડના રહેવાસી છે.

ઉત્તર પ્રદેશના બાંદામાં સાયબર ઠગોએ પોલીસકર્મી પાસેથી જ 82 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. હતાશ થઈને પોલીસકર્મીએ આ અંગે SPને ફરિયાદ કરી હતી. ત્યાર પછી 4 લોકો વિરુદ્ધ કલમ 420/406 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસકર્મીના જણાવ્યા મુજબ, ઠગોએ મને ફોન કરીને એમ કહ્યું કે મારો પુત્ર એક સ્પર્ધામાં સફારી કાર જીતી ગયો છે.

સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારીએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે અમારા મોબાઇલ પર ફોન આવ્યો હતો કે, તમારા પુત્રએ 'ચહેરા ઓળખો' શોમાં મોકલેલો જવાબ સાચો છે. તેણે કહ્યું કે તમારા પુત્રએ ઇનામ તરીકે ટાટા સફારી જીતી છે અને દસ્તાવેજો તૈયાર કરાવવાના નામે જુદા જુદા ખાતામાંથી કુલ રૂ.82,000ની છેતરપિંડી કરી હતી. પીડિત ફોન દ્વારા જ તેની પાસેથી કારની માંગણી કરતો રહ્યો. પણ તેણે આપી ન હતી.

પછી ઠગોએ પોલીસકર્મીને તેમને આધાર કાર્ડ અને કેટલીક બેંક વિગતો મોકલવા કહ્યું, જેથી વાહન તેમને મોકલી શકાય. પોલીસવાળાએ પણ એવું જ કર્યું. આ દરમિયાન ઠગબાજોએ તેમના ખાતામાંથી રૂ. 82 હજાર ઉપાડી લીધા હતા. પોલીસકર્મીને જેવો બેંક વ્યવહારનો મેસેજ મળતાં જ તેના હોશ ઉડી ગયા. તેણે તરત જ પોતાનું ખાતું બંધ કરાવ્યું અને સીધો SP પાસે પહોંચી ગયો હતો.

SP અંકુર અગ્રવાલે તરત જ આના પર કાર્યવાહી કરી અને ઝારખંડના રહેવાસી 4 લોકો વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો. અહીં તમને જણાવી દઈએ કે, તમામ આરોપીઓ ઝારખંડના બોકારોના રહેવાસી છે. SPએ જિલ્લાના તમામ રહેવાસીઓને અપીલ કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની અંગત માહિતી કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરે. કોઈની લલચામણી વાતોમાં આવીને કોઈને કોઈ પણ પ્રકારની માહિતી કે પૈસા ન આપો. જો આવી કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક મને અથવા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp