કોંગ્રેસે જ PM મોદીની જાતિને આપ્યો હતો OBCનો દરજ્જો? તત્કાલીન DyCMનો મોટો ખુલાસો

PC: india.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈને નવો વિવાદ ઊભો કરી દીધો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC સમાજમાં થયો નથી, પરંતુ સામાન્યમાં થયો હતો. તેમનો જન્મ ગુજરાતની ઘાંચી જાતિમાં થયો હતો. આ સમુદાયને ભાજપે વર્ષ 2000માં OBCનો ટેગ આપ્યો હતો. જો કે, રાહુલ ગાંધીના આ દાવા પર હવે સવાલ ઉઠવા લાગ્યા છે. વર્ષ 1994માં ગુજરાતના તત્કાલીન કોંગ્રેસ સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળી રહેલા નરહરી અમીને પણ રાહુલ ગાંધીના દાવાનું ખંડન કરતા મોટો ખુલાસો કર્યો છે.

ગુજરાતના તત્કાલીન નાયબ મુખ્યમંત્રીના રૂપમાં કાર્યરત નેતા નરહરી અમીને કહ્યું કે, 'હું કોંગ્રેસ સરકારમાં ગુજરાત નાયબ મુખ્યમંત્રીના રૂપમાં કાર્યરત હતો. જ્યારે 25 જુલાઇ 1994ના રોજ ગુજરાત સરકારે મોધ-ઘાંચીને OBCના રૂપમાં અનુસૂચિત કરી હતી. આ અધિસૂચના ત્યારે આવી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનવાનું તો દૂર, સાંસદ/ધારાસભ્ય પણ નહોતા. તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને વર્તમાનમાં ગુજરાતથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ નરહરી અમીને કહ્યું કે, રાહુલ ગાંધી આ મુદ્દા પર અણસમજુ જુઠ્ઠાણું રચીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે.

તેમણે રાહુલ ગાંધી પાસે તરત જ પોતાનું જુઠ્ઠાણું પરત લેવાની માગ કરી છે. નરહરી અમીને કહ્યું કે, રાહુલ ગાંધીને OBCને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ અને આપણાં લોકપ્રિય વડાપ્રધાન પ્રત્યે નફરત ભરેલા હોવાના કારણે ગુજરાતના લોકો પાસે માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં જાતિગત વસ્તી ગણતરી અને સામાજિક ન્યાયની વાત કરી તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં માત્ર 2 જાતિઓ છે અમીર અને ગરીબ. જો 2 જાતિઓ છો તો તમે શું છો? ગરીબ તો તમે છો નહીં. તમે કરોડોના સૂટ પહેરો છો. દિવસમાં ઘણી વખત કપડાં બદલો છો, પછી ખોટું બોલો છો કે હું OBC વર્ગનો વ્યક્તિ છું.

રાહુલ ગાંધીએ ઓરિસ્સામાં ભારત જોડો ન્યાય યાત્રાના ત્રીજા અને અંતિમ દિવસની એક રેલીમાં કહ્યું કે મોદીનો જન્મ એવા પરિવારમાં થયો જે સામાન્ય જાતિની શ્રેણીમાં આવે છે. મોદીજી લોકોને એમ કહીને ભરમાવી રહ્યા છે કે તેઓ OBCથી છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને 2000માં ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન સામેલ કરવામાં આવી. આ પ્રકારે મોદીજી જન્મથી OBC નથી. વડાપ્રધાન OBC સાથે જોડાયેલા લોકો સાથે હાથ પણ મળાવતા નથી, તો અબજપતિઓને ગળે લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp