કોંગ્રેસ ગેહલોત-પાયલટને રાજસ્થાનના રાજકારણથી દૂર કરી રહી છે? શું પ્લાન છે

PC: aajtak.in

હમણાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર ને ભુલાવીને હવે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) સચિવાલયમાં ફેરબદલ કર્યા પછી કોંગ્રેસે તેની રાષ્ટ્રીય જોડાણ સમિતિની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની ટીમની જાહેરાત કરી, ત્યારે તેમાં રાજસ્થાનમાં પાર્ટીના બે સૌથી મહત્વપૂર્ણ ચહેરાઓને ધ્યાનમાં રાખીને તેમના વિશે મોટો સંદેશ આપ્યો છે. આ નિમણૂંકો રાજસ્થાનના પૂર્વ CM અશોક ગેહલોત અને ટોંકના ધારાસભ્ય સચિન પાયલટની વધતી જતી રાષ્ટ્રીય ભૂમિકા તરફ નિર્દેશ કરે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, પૂર્વ CM અશોક ગેહલોતને રાષ્ટ્રીય જોડાણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય સચિન પાયલટને શનિવારે છત્તીસગઢના પ્રભારી પક્ષના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. જેના કારણે હવે સવાલ એ ઉભો થયો છે કે, ભવિષ્યમાં રાજસ્થાન કોંગ્રેસમાં કોણ મહત્વની ભૂમિકા ભજવશે? શું પાર્ટી તે બે માંથી કોઈ એકને પસંદ કરશે કે અન્ય કોઈને વિપક્ષના નેતા (LoP) તરીકે પસંદ કરશે.

કોંગ્રેસ પાર્ટી રાજસ્થાન એકમમાં વિખવાદ ઘટાડવા માંગે છે. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન કોંગ્રેસ પૂર્વ CM અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની દુશ્મનાવટના કારણે જ ચર્ચામાં હતી. જો કે, નવા LoPની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

રાજસ્થાનમાં વિપક્ષી નેતા માટે હરીશ ચૌધરીનું નામ ચાલી રહ્યું છે. જો કે પાર્ટીએ હજુ સુધી સત્તાવાર રીતે નામની જાહેરાત કરી નથી. હરીશ ચૌધરી પહેલા પંજાબના પ્રભારી હતા, પરંતુ હવે તેમની પાસેથી ચાર્જ હટાવી દેવામાં આવ્યો છે. જો પાર્ટી રાજસ્થાનમાં નવા ચહેરાને વિપક્ષના નેતા બનાવે છે, તો એવું માનવામાં આવી રહ્યું છે કે, પૂર્વ CM અશોક ગેહલોત અને સચિન પાયલટે આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરવું પડશે.

હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીએ 63 બેઠકો પર જીત મેળવી છે જ્યારે BJPને 115 બેઠકો મળી છે. 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની અને અશોક ગેહલોતને CM બનાવવામાં આવ્યા. ત્યારથી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp