કોંગ્રેસે પોતાના જ ઉમેદવાર અક્ષય કાંતિ પર રાખ્યું 5100નું ઈનામ, શું છે કારણ

PC: abplive.com

લોકસભાની ચૂંટણીમાં ઇન્દોરથી ચૂંટણી મેદાનમાંથી પોતાના પગ પાછળ ખેંચનાર અને IPCની કલમ 307નો આરોપી અક્ષય કાંતિ બોમને કોંગ્રેસ ઘેરવામાં લાગી ગઈ છે. બળવાખોર થઈને ભાજપમાં સામેલ થઈ ચૂકેલ અક્ષય કાંતિ વિરુદ્ધ કોંગ્રેસે શહેરમાં ઠેર ઠેર પોસ્ટર-બેનર ચોંટાડી દીધા છે. આ પોસ્ટર્સ હત્યાના આરોપમાં હાલમાં ફરાર રહેલા અક્ષય કાંતિની ધરપકડ કરવા માટે લગાવવામાં આવ્યા છે.

ઈન્દોર શહેર કોંગ્રેસ કમિટીના કાર્યવાહક અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીના ભાગેડુ લોકસભા ચૂંટણીના ઉમેદવાર અને IPCની કલમ 307ના આરોપી અક્ષય કાંતિની ધરપકડ કરવા માટે પાર્ટી લાગી છે. પોલીસનો સહયોગ કરવા માટે રાત્રે 11:00 વાગ્યે રખેવાડી માટે ફ્લાઇંગ સ્કવોડ લગાવવામાં આવી છે. પોસ્ટર અને બેનરોમાં લખાવ્યું છે કે ફરાર આરોપી અક્ષયની સૂચના 94250 60420 નંબર પર આપનાર સામાન્ય નાગરિક કે કોંગ્રેસના કાર્યકર્તાને 5100 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે. પ્રતિક ચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવશે.

ફરાર આરોપી અક્ષય કાંતિના પોસ્ટર સેકડોની સંખ્યામાં ઇ-રિક્ષા સહિત રેલવે સ્ટેશન સરવટે બસ સ્ટેશન, રીગલ ચોક, પલાસિયા ચોક, તિલક નગર, SOG લાઇન, યશવંત રોડ, જયરામ કોલોની સહિત ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા છે. યાદવે કહ્યું કે, સેશન કોર્ટે અક્ષય કાંતિની અગ્રિમ જામીન અરજી ફગાવી દીધી છે. નીચલી કોર્ટ તરફથી અક્ષય કાંતિ અને અન્ય વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ 307 વધાર્યા બાદ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે તો આરોપીની ધરપકડ કેમ થઈ રહી નથી?

કોર્ટના આદેશનું પાલન કેમ થઈ રહ્યું નથી? કોંગ્રેસે માગ કરી કે આરોપી અક્ષય કાંતિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. અમારી ફ્લાઇંગ સ્કવોડ પણ સતત પોલીસના સહયોગ માટે તેને ઠેર ઠેર શોધી રહી છે અને એટલે ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે કેમ કે સામાન્ય જનતા પાસેથી તેની જાણકારી મળી શકે અને તેની જાણકારી પોલીસ પ્રશાસનને આપી શકાય.

કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષે કહ્યું કે, અગાઉ પણ અમે ખજરાના પોલીસ સ્ટેશનાં પ્રભારી સુજિતને પણ આરોપી અક્ષય કાંતિની ધરપકડની માગને લઈને અરજી સોંપી હતી. તો તેમણે જણાવ્યું હતું કે, અમારી ટીમ તેની ધરપક કરવા લાગી છે અને ઘણી જગ્યાએ છાપેમારીની કાર્યવાહી પણ થઈ ગઈ છે. અરેસ્ટ વોરંટ મળી ચૂક્યું છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. જાણકારી મળવા પર તરત જ તેની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp