કોંગ્રેસ નેતા ચિદમ્બરમે ઇલેક્ટોરલ બોન્ડને બદલે આ 3 વિકલ્પો બતાવ્યા

PC: twitter.com/PChidambaram_IN

એક મીડિયા દ્રારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઇલેક્ટોરલ બોન્ડને બદલે 3 વિકલ્પો સૂચવ્યા છે. તેમણે ઇલેક્ટોરલ બોન્ડ અને મોદી સરકાર પર ખુલીને ચર્ચા કરી હતી.

ચિદમ્બરમે કહ્યું કે ચૂંટણી બોન્ડ્સે એક રીતે લાંચને કાયદેસર બનાવી દીધી છે અને તેનો સૌથી વધુ ફાયદો શાસક પક્ષને થયો છે. તેમણે કહ્યું કે જે દિવસે ઈલેક્ટોરલ બોન્ડને મંજૂરી આપવામાં આવી હતી. એ જ દિવસે મેં કહ્યું હતું કે લાંચને કાયદાકીય મંજૂરી આપવામાં આવી છે અને આજે પણ હું આ નિવેદન પર અડગ છું.

જ્યારે ચિદમ્બરમને સવાલ પુછવમાં આવ્યો કે, ઈલેક્ટોરલ બોન્ડની જગ્યાએ કઈ સિસ્ટમને મંજૂરી આપવી જોઈએ? તેના પર ચિદમ્બરમે કહ્યું કે બે-ત્રણ રસ્તા છે. પ્રથમ, ચૂંટણી પંચે મહત્તમ ખુલ્લા પ્રચારની મંજૂરી આપવી જોઈએ. પરંતુ ચૂંટણી પંચે તેના પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે.

તેમણે કહ્યું કે બીજો ઉપાય એ છે કે ઉમેદવારોને ચૂંટણીમાં મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવા દેવા. જ્યારે મેં 1984માં ચૂંટણી લડી ત્યારે એક દિવસ માટે કાર ભાડે આપવાનું ભાડું 400 થી 500 રૂપિયા હતું. આજકાલ એક દિવસ માટે 4000 થી 5000 રૂપિયામાં કાર ભાડે મળે છે. ચૂંટણી ઓછા પૈસાથી નથી લડાતી. ત્રીજી પદ્ધતિ રાજ્ય ભંડોળ છે, આનાથી તમામ રાજકીય પક્ષોને આપવામાં આવતા દાનમાં પારદર્શિતા આવશે.

કોંગ્રેસના પતન પર ચિદમ્બરમે કહ્યું કે ભાજપ વધુને વધુ મતદારોને આકર્ષવામાં સફળ રહી છે અને તેથી જ તેની જીત થઈ છે. પરંતુ કોંગ્રેસ પુનરાગમન કરી શકશે કે કેમ તે પ્રશ્ન છે. મને લાગે છે કે અમને કર્ણાટક, તેલંગાણા અને હરિયાણામાં ગત વખત કરતાં વધુ સીટો મળશે. પરંતુ હું ઉત્તર ભારતના હિન્દીભાષી રાજ્યો વિશે કોઈ અનુમાન લગાવી શકતો નથી.

ચિદમ્બરમે કહ્યું કે મને ડર છે કે જો ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે લોકસભા ચૂંટણી જીતશે તો બંધારણમાં ઘણા સુધારા થશે. પછી તમારે, મારે અને આપણે બધાએ પસ્તાવો કરવો પડશે. ભાજપે ખુલ્લેઆમ કહેવું જોઈએ કે તેઓ ચૂંટણી જીત્યા બાદ બંધારણમાં ફેરફાર નહીં કરે. પરંતુ હું જાણું છું કે તેઓ એવું કહેશે નહીં.

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણીને તેની પર પ્રતિબંધ મુકી દીધો હતો અને સ્ટેટ બેંકને બોન્ડ ફંડની યાદી જાહેર કરવા કહ્યું હતું. સ્ટેટ બેંકે આ યાદી ચૂંટણી પંચને આપી દીધી હતી અને 15 માર્ચે ચૂંટણી પંચે આ યાદી પોતાની વેબસાઇટ પર જારી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp