કોંગ્રેસ નેતા બોલ્યા, 'BJP પાસે વોશિંગ મશીન છે,ભ્રષ્ટાચાર ધોવાઈ જાય છે' BJPનો...

PC: aajtak.in

મીડિયા દ્વારા આયોજિત એક મિટિંગમાં કોંગ્રેસ અને BJPના નેતાઓએ એકબીજા પર આક્ષેપો-પ્રતિ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ કહ્યું કે, BJP પાસે વોશિંગ મશીન છે. જ્યારે તે જે નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, તે જ નેતા તેમની પાર્ટીમાં સામેલ થઇ જાય છે, ત્યારે તેમના ભ્રષ્ટાચારના આરોપો ધોવાઈ જાય છે. જેના જવાબમાં BJPના પ્રવક્તા અજય આલોકે જવાબ આપ્યો છે.

BJPના અજય આલોકે કહ્યું, આ એ લોકો છે જે કહેતા રહે છે કે, અમારી પાસે વોશિંગ મશીન છે. તેમના જ નેતાઓ આવે છે. પછી જ્યારે અમારે ત્યાંથી મુકુંદ રૉય છોડીને ત્યાં જાય છે, ત્યારે શું તે સ્વચ્છ થઈ ગયા? અજિત પવાર વિશે એવું કહેવાય છે કે, તેમને દાદા પણ કહેવામાં આવે છે, તેમના પર 7500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ હતો અને પછી DyCM બનાવવામાં આવ્યા હતા. તે આખી ટીમ સાથે આવ્યા અને પછી ચાલી ગયા. તેમની જ સરકાર દ્વારા ક્લીન ચિટ પણ આપવામાં આવી હતી.

BJP નેતાએ કહ્યું, કોંગ્રેસે છત્તીસગઢમાં ચાર સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. જ્યારે PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 27,000 કરોડ રૂપિયાના સ્ટીલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. બસ્તરના સ્ટીલ પ્લાન્ટમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે તો કોંગ્રેસને તેમાં શું વાંધો છે?

આલોક શર્માએ કહ્યું કે, આ સરકારનો જીવ બે જ વસ્તુમાં અટકી ગઈ છે, EVM અને તપાસ એજન્સીઓ અને હવે જાતિ ગણતરી. તેમનું કહેવું છે કે જાતિ ગણતરીનો સંપૂર્ણ વિરોધ કરો. એ જ PMએ NCPને સ્વાભાવિક રીતે ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી.

જ્યારે વોશિંગ મશીનને લઈને, આલોક શર્માને પૂછવામાં આવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા સામે કયો કેસ છે, તો તેઓ BJPમાં ગયા. તેના પર આલોક શર્માએ કહ્યું, મને લાગે છે કે, તેમના મહેલમાં કેટલા કૌભાંડો થયા અને કેટલી જમીન પર અતિક્રમણ થયું. તે BJPના રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. આ પુરાવો તો પ્રભાત ઝાએ આપવો જોઈએ.

આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે પત્રકારો પરના દરોડા અંગે પણ ચર્ચા થઈ હતી. અજય આલોકે કહ્યું કે, દેશ વિરુદ્ધ એજન્ડા ચલાવનારા પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આલોક શર્માએ કહ્યું કે, એકલા UPમાં 100થી વધુ પત્રકારોને સરકાર વિરુદ્ધ બોલવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જ્યાં BJPનું શાસન નથી તેવા રાજ્યોમાં પત્રકારોને જેલમાં ધકેલી દેવાનો પણ અમે વિરોધ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp