પોતાનું મોઢું કાળું કરનાર MLAને કોંગ્રેસે લોકસભામાં ઉતાર્યા,જૂના ઉમેદવારોમાં રોષ

PC: mpbreakingnews.in

2024ની લોકસભાની ચૂંટણી માટે ભિંડ-દતિયા સીટથી કોંગ્રેસે ભાંડેરના ધારાસભ્ય ફૂલ સિંહ બારૈયા પર દાવ લગાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંધ્યા રાય સાથે બારૈયાનો સામનો થશે. અનુસૂચિત જાતિના નેતા ફૂલ સિંહ બારૈયા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. 2023ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ફૂલ સિંહ બારૈયા પોતાની એક પ્રતિજ્ઞા મુજબ, પોતાનું મોઢું કાળું કરવા રાજભવન પહોંચી ગયા હતા. બીજી તરફ હવે તેમના નામની જાહેરાતને લઈને પાર્ટીમાં પણ દરાર પડી ગઈ છે. મંગળવારે સાંજે કોંગ્રેસે પોતાના લોકસભા ઉમેદવારોની બીજી લિસ્ટ જાહેર કરી. તેમાં મધ્ય પ્રદેશના 10 ઉમેદવારોની જાહેરાત થઈ.

દતિયા જિલ્લાની ભાંડેર સીટથી ધારાસભ્ય ફૂલ સિંહ બારૈયાને ભિંડ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ફૂલ સિંહ બારૈયાએ ભાજપના 400 કરતા વધુ સીટો જીતવાના નારાને ફગાવતા કહ્યું કે, 400 તો છોડો 200 પાર કરી જાય તો હું માનીશ કે કંઈક છે. આ અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો ચૂંટણીમાં ભાજપ પ્રદેશમાં 50થી વધુ સીટો પર જીતશે તો તેઓ પોતાનું મોઢું કાળું કરી લેશે, પરંતુ ભાજપે ર્જયમાં 163 સીટો હાંસલ કરીને બે તૃતીયાંશ બહુમત હાંસલ કર્યું, જ્યારે કોંગ્રેસ માત્ર 66 સીટો પર જ સમેટાઇ ગઈ હતી.

ત્યારબાદ નક્કી તારીખ પર ભાંડેર વિધાનસભા સીટથી ચૂંટણી જીતેલા ફૂલસિંહ બારૈયા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે રાજધાની ભોપાલમાં રાજભવન પહોંચ્યા હતા. ત્યાં દિગ્વિજય સિંહે પાર્ટી ધારાસભ્ય બારૈયાના ચહેરા પર પ્રતિકાત્મક રૂપે કાળો ટીકો લગાવ્યો. દિગ્વિજય સિંહે કહ્યું કે, હું ફૂલસિંહ બારૈયાને શુભેચ્છા આપું છું કે તેઓ પોતાનવાંચનના પાક્કા રહ્યા. મેં તેમને રોકી દીધા કેમ કે તેમનું વચન સાચું નીકળ્યું.

પોસ્ટલ બેલેટમાં તેમને (ભાજપ) તો 50થી ઓછી સીટો મળી, જેના પર લીડ હતી. એટલે તેમણે મોઢું કાળું કરવાની જરૂરિયાત નથી. મોઢું તો ભાજપે કાળું કરવું જોઈએ. ફૂલ સિંહને ટિકિટ આપ્યા બાદ કોંગ્રેસમાં ફૂટ પડી ગઈ. સંસદીય ક્ષેત્રના પૂર્વ ઉમેદવાર દેવાશીષ જરારિયાએ ખૂલીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતા 5 વર્ષ પેટ કાપીને ક્ષેત્રમાં સંઘર્ષ કર્યો. વફાદારી, સંઘર્ષ અને ઈમાનદારીની ખૂબ સજા મળી મને.

હું ભિંડ-દતિયા લોકસભા ક્ષેત્રના બધા સાથીઓ, સમર્થકો અને શુભેચ્છકોને કહેવા માગું છું કે તમારા અભૂતપૂર્વ સ્નેહને શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. મારી પીડા માત્ર મારી નહીં, એ બધા સાથીઓની છે, જેમણે રાત દિવસ મારો સાથ આપ્યો. નિરંતર પરિશ્રમ અને સતત સંપર્ક રાખ્યો. મારા માટે પણ કઠિન અને પડકારપૂર્ણ સમય છે. તમને લોકોને નિવેદન છે કે ધૈર્ય રાખો. હું જલદી જ તમને લોકોને મળીશ.

ફૂલ સિંહે ભાંડેર સીટને 29,438 વૉટથી જીતી હતી. કોંગ્રેસના આ નેતાએ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ પિરોનિયાને હરાવ્યા. આ સીટ પર વર્ષ 2018ની ચૂંટણીમાં રક્ષા સંતરામ સિરોનિયાએ કોંગ્રેસની ટિકિટ પર જીત હાંસલ કરી હતી. ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસ છોડીને રક્ષા સિરોનિયાએ ભાજપમાં સામેલ થઈ ગયા. 2020ની ચૂંટણીમાં રક્ષાની ભાજપની ટિકિટ પર જીત થઈ. જો કે, આ વખત રક્ષાની ટિકિટ કાપીને ભાજપે પૂર્વ ધારાસભ્ય ઘનશ્યામ પિરોનિયા પર દાવ લગાવ્યો, પરંતુ તેઓ પાર્ટીને જીતાડી ન શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp