આટલાનો પડશે રાહુલનો એક વાયદો! એટલી તો દેશની કુલ આવક પણ નથી, તો ક્યાંથી આવશે પૈસૈ

PC: livemint.com

લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનતાને એવો વાયદો કરી નાખ્યો છે કે ભલભલા અર્થશાસ્ત્રીઓના પણ કાન ઊભા થઈ ગયા છે. એવું પણ નથી કે રાહુલ ગાંધીએ માત્ર કહ્યું છે, પરંતુ આ વાયદો કોંગ્રેસના ઘોષણપત્રમાં પણ સામેલ છે. જ્યારે અમે આ વાયદાનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું તો આંકડા અમારી સામે આવ્યા એ ખૂબ ચોંકાવનારા છે. આંકડા જોઈને તમારા મનમાં પણ બસ એ સવાલ ઊભો થશે કે આખરે આ વાયદાને પૂરો કરવા માટે પૈસા ક્યાંથી આવશે, જ્યારે તેનો કુલ ખર્ચ દેશના હાલના બજેટથી પણ વધારે નજરે પડી રહ્યો છે.

આપણે અહી વાત કરી રહ્યા છે કોંગ્રેસના ઘોષણાપત્રમાં સામેલ મહાલક્ષ્મી યોજનાની. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યોજના હેઠળ અમે દેશના ગરીબ પરિવારની એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયા આપીશું. આ પૈસા કોઈ શરત અને નિયમ વિના આપવામાં આવશે, જેથી તેમને ગરીબી રેખાથી બહાર કાઢી શકીએ. જ્યારે અમે આ યોજના હેઠળ આવનારા પરિવારોની સંખ્યા અને તેના પર ખર્ચ થનારી રકમનો આંકડો કાઢ્યો તો આશ્ચર્યચકિત રહી ગયા.

કેટલા ગરીબ પરિવાર છે દેશમાં?

સૌથી પહેલા સવાલ એ ઉઠે છે કે અંતે દેશમાં કેટલા ગરીબ પરિવાર છે, જેમને રાહુલ ગાંધી 1 લાખ રૂપિયા વાર્ષિક સહાયતા ઉપલબ્ધ કરાવશે. તેના માટે અમે નીતિ આયોગ તરફથી જાન્યુઆરી 2024માં જાહેર કરેલા એક આંકડાનો સહારો લીધો. તેમાં બતાવવામાં આવ્યું કે મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળમાં 24.82 કરોડ ભારતીય ગરીબીમાંથી બહાર નીકળ્યા. આ પ્રકારે ગરીબીમાં રહેનારા લોકોની સંખ્યા વર્ષ 2013-14ના 29.17 ટકાથી ઘટીને વર્ષ 2022-23માં 11.28 ટકા રહી ગઈ. આ એ હિસાબે 16.24 કરોડ લોકો અત્યારે ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. જો એક પરિવારમાં એવરેજ 4 સભ્ય છે તો કુલ 4 કરોડ પરિવાર ગરીબી રેખામાં જીવન વિતાવી રહ્યા છે.

કેટલો ખર્ચ આવશે આ પરિવારો પર

હવે આપણી સામે ગરીબ પરિવારનો એક મોટો આંકડો છે જે 4 કરોડ આવ્યો છે. રાહુલ ગાંધીના વાયદા મુજબ આ પરિવારોને વાર્ષિક 1 લાખ રૂપિયા બેન્ક ખાતામાં આપવામાં આવશે. આ પ્રકારે દર વર્ષે ખર્ચ આવશે 40 લાખ કરોડ. ચોંકી ગયા ને? અમે પણ એવી જ રીતે ચોંકી ગયા હતા. માત્ર એક વાયદાને પૂરો કરવા માટે 40 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે, જેનો ફાયદો દેશના માત્ર 11 ટકા લોકોને મળશે.

સરકારે વર્ષ 2022માં દેશનું કુલ બજેટ 39 લાખ કરોડ રૂપિયાનું જાહેર કર્યું હતું, જ્યારે 2023માં સંશોધિત બજેટ 41.9 લાખ કરોડ રૂપિયા રહ્યા. ફેબ્રુઆરી 2024માં 2024-25 માટે કુલ 47.66 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવાનું અનુમાન લગાવ્યું. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે સરકારને ટેક્સ અને અન્યમાંથી કુલ કમાણી 30.80 લાખ રૂપિયા થવાનું અનુમાન છે. આ આંકડાથી જોઈએ તો રાહુલ ગાંધીનો વાયદો સરકારની આવકથી પણ લગભગ 9.20 લાખ કરોડ રૂપિયા વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp