કોંગ્રેસ માટે આ રાજ્યથી આવી ટેન્શન, પોતીકાઓએ ઉઠાવી એવી માગ કે પૂરી કરવી સરળ નથી
લોકસભાની ચૂંટણીમાં પહેલાંની તુલનામાં સારા પ્રદર્શનથી ખુશ કોંગ્રેસ માટે કર્ણાટકથી ટેન્શન આપનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઘણા મંત્રીઓએ ફરી એક વખત વધુ 3 નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગ તેજ કરી દીધી છે. તેમનું કહેવું છે કે એવો વાયદો કરવામાં આવ્યો હતો, જેને હવે પૂરો કરવો જોઈએ. આ દરમિયાન રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમારનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ બાબતે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે.
કર્ણાટકમાં સિદ્વારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે, પરંતુ મંત્રી મંડળમાં સામેલ કેટલાક મંત્રી વીરશૈવ-લિંગાયત, SC-ST અને લઘુમતી સમુદાયોના નેતાઓને નાયબ મુખયયમંત્રી પદ આપવાની માગ કરી રહ્યા છે. હાલમાં વોંક્કલિગા સમુદાયથી આવનાર શિવકુમારને જ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે વધુ 3 નાયબ મુખ્યમંત્રી બનાવવા અને પાર્ટી પ્રદેશ અધ્યક્ષને બદલવા સાથે જોડાયેલો સવાલ ડી.કે. શિવકુમારને પૂછવામાં આવ્યો, તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, પાર્ટી નિર્ણય લેશે.
તેમણે કહ્યું કે, મને એ બધી વસ્તુઓ બાબતે ખબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓનું નિવેદન સિદ્ધારમૈયાના પક્ષ દ્વારા શિવકુમારને નિયંત્રણમાં રાખવાની યોજનાનો હિસ્સો છે. સિદ્ધારમૈયાને ડર છે કે અઢી વર્ષ પૂરા થતા જ ડી.કે. શિવકુમાર મુખ્યમંત્રી પદ પર દાવેદારી ન ઠોકી દે. એટલે તેઓ સરકાર અને પાર્ટીમાં તેમનો પ્રભાવ ઓછો કરવાના પ્રયાસમાં છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે જે મંત્રીઓએ વધુ 3 નાયબ મુખ્યમંત્રી બનાવવાની વકીલાત કરી છે તેમને સિદ્ધારમૈયાના ખૂબ નજીકના માનવામાં આવે છે. સહકારિતા મંત્રી કે.એન. રાજન્નાએ કહ્યું કે, તેમાં લિંગાયત SC/ST અને લઘુમતી સમુદાયથી 1-1 નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
રાજન્ના પણ એવી માગ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે ભાજપ અગાઉ એમ કરી ચૂકી છે. આવાસ મંત્રી બી.ઝેડ. જમીર અહમદ ખાનને વધુ નાયબ મુખ્યમંત્રી રાખવાની માગમાં કંઇ ખોટું લાગતું નથી. તેમણે કહ્યું કે, દરેકની ઈચ્છા હશે. બધા સમુદાયોથી નાયબ મુખ્યમંત્રીની માગ હશે, પછી તે મુસ્લિમ સમુદાય હોય, લિંગાયત હોય કે SC/ST હોય. વોંક્કાલીગા સમુદાયથી આવનાર ડી.કે. શિવકુમાર તો પહેલા જ નાયબ મુખ્યમંત્રી છે. અન્ય સમુદાયોને પણ બરાબરીનો અવસર મળે, તેમાં ખોટું શું છે? અમારી હાઇકમાન પાર્ટી છે, અંતે એ જ નિર્ણય લેશે કે આપવા છે કે નહીં.
સમાજ કલ્યાણ મંત્રી એચ.સી. મહાદેવપ્પાએ કહ્યું કે, સંવિધાનમાં એવા પદો માટે કોઈ કોટા નથી અને પદ વ્યક્તિની ક્ષમતાના આધાર પર આપવામાં આવે છ. ઘણા દલિત નેતાઓ પાસે ક્ષમતા છે અને તેમના આધાર પર તેમને આ પદ આપવું જોઈએ. આ કોટાના આધાર પર ન હોવું જોઈએ. શું શિવકુમારને નબળા કરવાના પ્રયાસ છે? એમ પૂછવામાં આવાત તેમણે કહ્યું કે, કોઈને કોઈ નબળું નહીં કરી શકે. જે પણ નિર્ણય લેવાનો છે એ અંતે કોંગ્રસ હાઇકમાન દ્વારા લેવામાં આવશે. જ્યારે મારું મંતવ્ય પૂછવામાં આવશે તો હું કહીશ. આ અગાઉ પણ લોક નિર્માણ મંત્રી સતીશ જારકીહોલીએ પણ પણ પાર્ટી સાથે જોડાયેલા સમુદાયોને ધ્યાનમાં રાખતા પ્રસ્તાવ પક્ષમાં વાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp