કૂર્તાના કારણે કોંગ્રેસ MLAને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં જતા રોક્યા

PC: ndtv.com

હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય નીરજ શર્માને ફરીદાબાદમાં એક પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ભાગ લેતા રોકી દેવામાં આવ્યા. કારણ હતું તેમણે પહેરેલો કૂર્તો, જેના પર તેમણે જન મુદ્દાઓને લખાવી રાખ્યા હતા. જ્યારે ધારાસભ્યએ કાર્યક્રમ સ્થળ તરફ જવાનો પ્રયાસ કર્યો તો પોલીસે તેમને ગેટ પર જ રોકી દીધા. તેનો વીડિયો કોંગ્રેસ ધારાસભ્યએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર શેર કયો છે. સાથે જ તેમણે લખ્યું કે, એક ધારાસભ્યને પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતનો ઝંડો ન ફરકાવવા દેવામાં આવ્યા.

નીરજ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'મને 26 જાન્યુઆરી પર પ્રજાસત્તાક દિવસ મનાવવા દેવામાં આવી રહ્યો નથી. હું એક ધારાસભ્ય છું અને એક ધારાસભ્યને ભારતનો ઝંડો ફરકાવવા દેવામાં આવી રહ્યો નથી. સૌનો સાથ સૌનો વિકાસ. શું આપણે હકીકતમાં આઝાદ છીએ?'ધારાસભ્ય સેક્ટર 12ના જિલ્લા કક્ષાના સમારોહમાં સામેલ થવા પહોંચ્યા હતા. તેમણે એક કૂર્તો પહેર્યો હતો, જેના પર NIT-86 વિધાનસભા ક્ષેત્રના મુદ્દા પ્રિન્ટ હતા, પરંતુ પોલીસે તેમને સમારોહ સ્થળ સુધી ન જવા દીધા.

તેમણે પોતાને ધારાસભ્ય બતાવ્યા અને પોલીસને નિમંત્રણ પત્ર પણ દેખાડ્યું, છતા તેમને ન જવા દેવામાં આવ્યા. ધારાસભ્ય નીરજ શર્માએ કહ્યું કે, તેમના કપડાઓ પર જય સિયારામ અને સ્વસ્તિક (હિન્દુ ધાર્મિક ચિહ્ન)પણ પ્રિન્ટ હતું. ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે જ્યારે ભાજપ સરકાર ડરે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરે છે. ફરીદાબાદ તેઓ પાનીપતમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર આયોજિત એક સરકારી કાર્યક્રમમાં પહોંચી ગયા, પરંતુ તેમને ત્યાં પણ અંદર ન જવા દીધા અને પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધા. ત્યારબાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પાનીપત રેસ્ટ હાઉસ પહોંચ્યા અને તેમને કસ્ટડીમાં છોડાવ્યા.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ ત્યારબાદ સોશિયલ મીડિયા X પર ધારાસભ્યનો એક વીડિયો પોસ્ટ કરતાં લખ્યું કે, NIT ફરીદાબાદના કોંગ્રેસ ધારાસભ્ય નીરજ શર્મા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના સરકારી નિમંત્રણ મોકલીને તેમાં સામેલ ન થવા દેવું અને સરકારી ઇશારાઓ પર ગેર કાયદેસર પાનીપત રેસ્ટ હાઉસમાં કસ્ટડીમાં રાખવું શરમજનક, નિંદનીય અને તાનાશાહીની બધી સીમાઓને પાર કરનારી હરકત છે. BJP-JJP સરકાર પ્રજાસત્તાક દિવસના આ પવિત્ર દિવસે પણ સંવિધાન અને પ્રજાસત્તાકનું ગળું દબાવવાથી ઉપર આવતી નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp