તમને ઠંડી નથી લાગતી? રાહુલ ગાંધી બોલ્યા- ટીશર્ટ જ ચાલી રહી છે, જ્યાં સુધી...

PC: khabarchhe.com

કોંગ્રેસના 138માં સ્થાપના દિવસના અવસર પર પાર્ટી હેડક્વાર્ટર પર કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો. આ અવસર પર કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ AICC હેડક્વાર્ટર પર ઝંડો ફેરકાવ્યો. કોંગ્રેસના સ્થાપના દિવસના અવસર પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા. દિલ્હીની પ્રચંડ ઠંડીમાં ફરી એક વખત રાહુલ ગાંધી ટી-શર્ટમાં જ નજરે પડ્યા, જેને લઇને તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો તેમણે હસતા જવાબ આપ્યો ટી-શર્ટ જ ચાલી રહી છે અને જ્યાં સુધી ચાલી રહી છે, ચલાવીશું.

પાર્ટી સ્થાપના દિવસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ગર્વ છે કે હું એવા સંગઠનનો હિસ્સો છું, જેણે દરેક પરિસ્થિતિમાં સત્ય, અહિંસા અને સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો અને દરેક પગલા હંમેશાં લોકહિતમાં ઉઠાવ્યા. જ્યારે તેમને દિલ્હીની પ્રચંડ ઠંડીમાં ટી-શર્ટ પહેરવાને લઇને સવાલ પૂછવામાં આવ્યો કે આજે પણ ટી-શર્ટમાં? તો તેમણે હસતા જવાબ આપ્યો કે, ટી-શર્ટ જ ચાલી રહી છે અને જ્યાં સુધી ચાલી રહી છે, ચલાવીશું. આ દરમિયાન ખૂબ હાસ્ય થયું. તે અગાઉ પણ રાહુલ ગાંધી ટી-શર્ટમાં નજરે પડી ચૂક્યા છે.

તો આ અવસર પર મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, ભારતના મૂળ સિદ્ધાંતો પર સતત હુમલા થઇ રહ્યા છે. આખા દેશમાં નફરતના ખાડા ખોદવામાં આવી રહ્યા છે. જનતા મોંઘવારી, બેરોજગારીથી પરેશાન છે, પરંતુ સરકારને કોઇ ચિંતા નથી. કોંગ્રેસન સમાવેશી બનાવવા માટે આ યુવાઓ, મહિલાઓ, બુદ્ધિજીવીઓને સામેલ કરવા પડશે અને તેની શરૂઆત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી થઇ ચૂકી છે. અમે લોકોને આ યાત્રામાં સામેલ થવાની અપીલ કરીએ છીએ. તેમણે આગળ કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી આપણને ફરી એક વખત સંજીવની મળી છે અને વિરોધીઓમાં ગભરાટ ઉત્પન્ન થઇ રહી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કોંગ્રેસની સ્થાપના સાથે જોડાયેલી એક જૂનો નોટો શેર કરતા ટ્વીટ કરી કે, કોંગ્રેસ સ્થાપન દિવસના અવસર પર બધા કોંગ્રેસી જનને હાર્દિક શુભેછાઓ. આપણાં માટે આજનો દિવસ ખૂબ જ ગર્વ અને ગૌરવનો દિવસ છે.

કોંગ્રેસ પાર્ટીની સ્થાપનાને લઇને લાંબી સફર નક્કી કરતા-કરતા 137 વર્ષના ત્યાગ, બલિદાન, કુરબાનીનો શાનદાર ઇતિહાસ સ્વર્ણિમ અક્ષરોમાં લખવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ હાલના દિવસોમાં 3,570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કાઢી રહી છે. યાત્રા 107 દિવસમાં 9 રાજ્યોમાં 46 જિલ્લા કવર કર્યા છે અને લગભગ 3,000 કિલોમીટરની યાત્રા પૂરી કરી છે. હવે માત્ર 548 કિલોમીટરની યાત્રા બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp