સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસ નેતા 22મીએ અયોધ્યા નહીં જશે, કારણ કે...
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવમાં આવ્યો છે અને દુનિયાભરના લોકોની આ કાર્યક્રમ પર નજર છે. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કોંગ્રેસ સહિત અનેક લોકોને આમંત્રણ મોકલવા માં આવ્યા હતા.
Here is the statement of Shri @Jairam_Ramesh, General Secretary (Communications), Indian National Congress. pic.twitter.com/JcKIEk3afy
— Congress (@INCIndia) January 10, 2024
કોંગ્રેસે આમંત્રણ મળ્યાના લગભગ 10 દિવસ પછી જાહેરાત કરી છે કે કોંગ્રેસ નેતાઓ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને અધીર રંજન ચૌધરી અયોધ્યા જશે નહીં. જયરામ રમેશે કહ્યું કે, આ કાર્યક્રમ ભાજપ અને RSSનો છે અને લોકસભા ચૂંટણીનો લાભ મેળવવા માટે છે. હજુ અયોધ્યાનું રામ મંદિર અધુરુ છે અને તે પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ઉતાવળ બતાવે છે કે તેમની મનસા ચૂંટણીમાં લાભ લેવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp