બંગાળમાં આટલી સીટનો પ્રસ્તાવ મળતા રોષે ભરાયેલા અધીર રંજન બોલ્યા-મમતાની ભીખ નથી..

PC: indiatoday.in

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ ચાલુ છે. સીટ શેરિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ કારણે અધીર રંજન ચૌધરી પણ રોષે ભરાયા છે. તેમની તરફથી બે ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે તેમને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. કહેવામાં આવી રહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં માત્ર 2 સીટો આપવા તૈયાર છે, તો દેશની સૌથી જૂની પાર્ટી પોતાના માટે 7 સીટો ઈચ્છે છે.

લાંબા સમયથી આ જ કારણે સીટ શેરિંગને લઈને કંઇ પણ ફાઇનલ થઈ શકતું નથી. INDIA ગઠબંધનની ચિંતાની વાત એ પણ છે કે તેનાથી મોડું થવાના કારણે બંને જ પાર્ટીઓ વચ્ચે તીખી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે. અધીર રંજન ચૌધરી તો ઘણી વખત તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લઈ ચૂક્યા છે. હવે તેમણે કહી દીધું છે કે કોંગ્રેસને મમતા બેનર્જીની ભીખ નથી જોઈતી. આ અગાઉ તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાજપ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીને મુખ્યમંત્રી બનાવી શકે છે.

આ વખત અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મમતા બેનર્જીની અસલી નિયત સામે આવી ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 2 સીટો આપવામાં આવશે. એ સીટો પર તો પહેલા જ અમારા સાંસદ છે. અમને નવું શું આપવામાં આવી રહ્યું છે. જે 2 સીટો પણ હતી, ત્યાં મમતા અને ભાજપ બંનેને હરાવ્યા હતા. અમારા પર એવો શું ઉપકાર કરી રહ્યા છે. તેમના પર કોણ ભરોસો કરી શકે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મમતાને કોંગ્રેસની જરૂરિયાત છે. કોંગ્રેસ તો પોતાના દમ પર અને વધુ સીટો જીટી શકે છે. અમે દેખાડી દઇશું. અમને 2 સીટ પર મમતાની ભીખ નથી જોઈતી.

આમ મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે ખેચતાણ તો વડાપ્રધાનના ચહેરાને લઈને પણ ચાલી રહી છે. કોંગ્રેસ લાંબા સમયથી રાહુલ ગાંધીને આગળ કરી રહી હતી, પરંતુ મમતાએ INDIA ગઠબંધનની બેઠકમાં મલ્લિકાર્જૂન ખરગેના નામને આગળ કરી દીધું. આ જ કારણે જમીન પર સ્થિતિ બદલાઈ ગઈ અને ઘણી પાર્ટીઓ નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp