બળવાખોર MLAના સસ્પેન્શનમાં ઉતાવળ થઈ, લોકસભાની ચૂંટણીમાં થશે નુકસાન: પ્રતિભા સિંહ

PC: twitter.com/ANI

હિલચાલ પ્રદેશની વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પીઠાનિયાએ 6 ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરી દીધી છે. તેને લઈને હિમાચલ પ્રદેશના રાજનીતિક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, ધારાસભ્યોના સસ્પેન્શનમાં ઉતાવળ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને તેનું નુકસાન થશે. હોલી લોજમાં પત્રકારો સાથે વાતચીત કરતા પ્રતિભા સિંહે કહ્યું કે, 6 ધારસભ્યોનું નારાજ થવાનું યોગ્ય છે. તેમને બેસાડીને તેમની વાત સાંભળવી જોઈતી હતી.

પ્રતિભા સિંહે કહ્યું કે, મેં પણ ઘણી વખત હાઇકમાન સમક્ષ આ વાતો રાખી છે. ગત રોજ પણ ઑબ્ઝર્વરો સમક્ષ આ મુદ્દાઓને ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આજે જે પરિસ્થિતિ બની છે, તેને ઘણી વખત હાઇકમાં સામે રાખવામાં આવી છે. વીરભદ્ર સિંહનો એક ખૂબ મોટો રાજનીતિક વારસો હતો. તેઓ શું ઇચ્છતા હતા અને કેમ થઈ રહ્યું છે આ બધી વસ્તુઓને હાઇકમાન સામે રાખવામાં આવી છે. પાર્ટી હાઇકમાને તેના પર નિર્ણાય લેવાનો છે આગળ શું કરવામાં આવે. સરકાર બન્યાનું એક વર્ષ થઈ ગયું છે. એ બધા જાણતા હતા કે કેટલાક ધારાસભ્ય સરકારના કામકાજથી નારાજ ચાલી રહ્યા છે, પરંતુ તેમની સાથે વાતચીત ન કરવામાં આવી.

પ્રતિભા સિંહે કહ્યું કે, તેમનું કારણ જાણવાનો પ્રયાસ ન કર્યો. મુખ્યમંત્રીએ સંજ્ઞાન લેવું જોઈતું હતું. ધારાસભ્યોએ રાહ જોઈ. વાત ગંભીરતાથી ન લેવામાં આવી તો તેમણે બળવાખોર થવા જેવુ પગલું ઉઠાવ્યું. મેં વારંવાર આ વાત હાઇકમાનને કહી. અહી સુધી કે સોનિયા ગાંધીનીને મળી અને પોતાની વાત રાખી. કે.સી. વેણુગોપાલને પણ મળવાનું થયું. એ પણ બતાવ્યું કે આપણાં કેટલાક લોકો નારાજ ચાલી રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરો અને સમસ્યાનું નિરાકરણ કરાવો. સરકારમાં શું સ્થાન આપી શકાય છે તેના પર ચર્ચા કરવામાં આવે, પરંતુ અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે અમારી વાત સાંભળવામાં ન આવી. અંતે દુઃખી મનથી તેમણે આ પગલું ઉઠાવ્યું.

પ્રતિભા સિંહે કહ્યું કે, વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેઓ અત્યારે પણ કાયમ છે. ઉલ્લેખનીય છે વિક્રમાદિત્ય સિંહ સવારે મુખ્યમંત્રી આવાસ ઓક ઓવરમાં થયેલા બ્રેકફાસ્ટમાં પણ પહોંચ્યા નહોતા. તો હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય સુધીર શર્માએ અયોગ્ય જાહેર થયા બાદ કહ્યું કે, સ્પીકર પોતે સદનમાં દોઢ કલાક સુધી આવ્યા નહોતા. અમને કોઈ નોટિસ મળી નથી, માત્ર એક સભ્યને મળી. તેઓ આ બાબતને કોર્ટમાં પડકાર આપવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp