પરેશ ધાનાણીના ગઢ અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસનો બળવો

PC: facebook.com/pareshdhananiofficial

અમરેલી નગરપાલિકામાં સત્તા મેળવીને કોંગ્રેસના પ્રમુખ બેઠા બાદ હવે અઢી વર્ષે પ્રમુખની ટર્મ પૂરી થતા પ્રમુખ પદ માટે અને અન્ય હોદ્દાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરીને બળવાખોર જુથે સત્તા મેળવી છે. જેમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા અને ઉપપ્રમુખ તરીકે શકીલ સૈયદની વરણી થઇ છે. તો બીજી તરફ સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપ બાજી મારી ગયું છે. કોંગ્રેસના 4 બળવાખોર સભ્યો ભાજપમાં ભળતા બળવાખોર વિપુલ ઉનાવા ભાજપના ટેકાથી અને ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુ સત્તા સ્થાને બેઠા છે. ભાજપના 16 સભ્યો+4 બળવાખોર સભ્યો ભેગા થતા 36 સભ્યો ધરાવતી સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપ સત્તાએ આવી છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકામાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે, ભાજપે સત્તા ઝુંટવી લઈને પ્રમુખ પદે ચંપાબેન બઢિયા અને ઉપપ્રમુખ પદે નિલેશ ડોડીયાની વરણી કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા એટલે કે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીથી ધારાસભ્ય છે ત્યારે તેઓ પોતાને મળેલા મહત્ત્વના સ્થાનની રુએ જિલ્લામાં કોંગ્રેસનો દબદબો વધારવાને બદલે જ્યાં સત્તા છે તે પણ બચાવી નથી શક્યા, તેવામાં હવે જિલ્લામાં બચેલી ગણતરીની તાલુકા પંચાયતો અને અમરેલી જિલ્લા પંચાયત કોંગ્રેસ બચાવે તો સારું નહિતર આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર બહુમતીમાં રાખેલી અમરેલી બેઠક અમથી જ હાથમાંથી ગુમાવવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp