ટ્વીટ પર ટ્વીટ, સોનિયા ગાંધીનો સ્પેશિયલ મેસેજ,WC પર કોંગ્રેસ એટલો ભાર કેમ આપે છે

PC: icc-cricket.com

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનાવથી માત્ર એક પગલું દૂર છે. આજે અમદાવાદમાં થનારી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને પટકીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરશે. મેચની બધી તૈયારીઓ થઈ ચૂકી છે, દર્શકોનો રેલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યો છે. રવિવારે બપોરે 02:00 વાગ્યાથી ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ રમાશે. ફેન્સનો જોશ સાતમા આકાશ પર છે અને હોય પણ કેમ નહીં. ભારતીય ટીમે અજેય રહેતા 10માંથી 10 મેચ જીતી છે, બસ હવે ઓસ્ટ્રેલિયન ટીમને ફરી એક વખત હરાવવાનું છે.

વર્લ્ડ કપ ફાઇનલનો ક્રેઝ સામાન્ય જનતા જ નહીં નેતાઓ પર પણ ખૂબ ચઢ્યો છે. કોંગ્રેસ આ ગેમમાં આગળ નીકળતી દેખાઈ રહી છે. પાર્ટી ખૂબ જ આક્રમક રીતે વર્લ્ડ કપ ફાઇનલને લઈને માહોલ બનાવી રહી છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા પર ફાઇનલ સાથે જોડાયેલી પોસ્ટનો વરસાદ છે. કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની ચેરપર્સન સોનિયા ગાંધીએ ભારતીય ટીમ માટે ખાસ સંદેશ મોકલ્યો છે. વર્લ્ડ કપને લઈને કોંગ્રેસ ખૂબ ભાર લગાવી રહી છે.

કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટસથી છેલ્લા 3-4 દિવસોના પોસ્ટ્સને ઉઠાવીને જોઈ લો. ચૂંટણી રેલીઓથી વિરુદ્ધ તમને વર્લ્ડ કપ ફાઇનલ સાથે જોડાયેલી પોસ્ટ ખૂબ મળશે. ભારતીય ટીમ પાસે વર્ષ 1983 અને વર્ષ 2011વાળો જાદુ પુનરાવર્તિત કરવાની આશા રાખતી પોસ્ટ્સ છે. ક્યાંક ને ક્યાંક એ પણ સંદેશ આપવાનો પ્રયાસ છે કે બંને જ વખત કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ વિરુદ્ધ, ભાજપે વર્લ્ડ કપને લઈને સોશિયલ મીડિયા પર કોઈ બઝ ઉત્પન્ન કરવાનો ખાસ પ્રયાસ કર્યો નથી. પાર્ટી પોતાના નેતાઓની ચૂંટણી રેલીઓ અપડેટ્સ પોસ્ટ કરે છે.

સોનિયા ગાંધીએ ભારતીય ક્રિકેટ ટીમ માટે પોતાના વીડિયોમાં સંદેશમાં કહ્યું કે, મારી પ્રેમાળ ભારતીય ટીમના ખેલાડીઓ, સૌથી પહેલા આ વર્લ્ડ કપ દરમિયાન તમારી રમત અને ટીમ વર્ક માટે તમને ખૂબ શુભેચ્છા. તમારી રમત અને ટીમ વર્ક માટે તમને ઘણી બધી શુભેચ્છા. તમે આખા દેશને સતત ખુશી અને ગૌરવની પળ આપી છે. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ સુધી તમારી યાત્રામાં ખૂબ મોટા સંદેશ છે. એ સંદેશ એકતા, સખત મહેનત અને સંકલ્પનો છે. હું ભારતીય ટીમના ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન પર શુભેચ્છા આપવા માગું છું.

આજે મને છેલ્લા 2 એ અવસરોની યાદ આવી રહી છે જ્યારે ભારતે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. પહેલા 1983 અને પછી 2011માં. એ બંને અવસરો પર દેશ સન્માન અને ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. હવે ફરી એ અવસર આવી રહ્યો છે. ક્રિકેટે હંમેશાં આપણાં દેશને જોડવાનું કામ કર્યું છે. હવે જ્યારે તમે ફાઇનલ મેચ માટે તૈયાર છો તો આખો દેશ તમારી સાથે ઊભો છે અને તમારી સફળતાની કામના કરી રહ્યો છે. તમને મારી હાર્દિક શુભકામનાઓ. તમારામાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની બધી વિશેષતાઓ છે. મને પૂરો વિશ્વાસ છે ભારતીય ટીમ જીતશે.

ભારતની જીતની કામના માટે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં શનિવારે યજ્ઞ થયો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય અને પૂર્વ MLC દીપક સિંહ સહિત અન્ય નેતા કાર્યકર્તાઓએ યજ્ઞમાં આહુતિ આપી. પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ-કાર્યકર્તાઓ સાથે જ આ અવસર પર અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ફાસ્ટ બોલર શલભ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા. યજ્ઞ બાદ અજય રાયે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય પર રવિવારે એક LED સ્ક્રીન લગાવવામાં આવશે, જ્યાં ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે.

ભારતની જીત માટે દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ માતા સુંદરી ગુરુદ્વારામાં અરદાસ કરી. અરદાસ બાદ તેમણે કહ્યું કે, તેઓ આજે વાહે ગુરુજીને પ્રાર્થના કરવા આવ્યા હતા કે ફાઇનલ મેચમાં ભારતની જીતથી દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ જશ. લવલી સાથે સાથે જિતેન્દ્ર કુમાર કોચર, જગજીત સિંહ સિક્કા, સુનિલ બજાજ, અમનદીપ સિંહ સૂદન, ગુરઅમરીત સિંહ નામધારી, સરબજીત સિંહ, રાજેન્દ્ર સિંહ, કે.બી. સિંહ, જગજીવન શર્મા, હરનામ સિંહ, લક્ષ્મણ રાવત, રાજીવ વર્મા, અનુજ આત્રેય, લક્કી તલવાર, પવન વરિષ્ઠ, ઉપસ્થિત બધા લોકો ભારતીય ટીમની જીતની અરદાસ કરી.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp