Video: હાર બાદ રડી પડ્યા કોંગ્રેસ ઉમેદવાર સુરેન્દ્ર સિંહ, કમલનાથ પર મોટા આરોપો

PC: bhaskar.com

મધ્ય પ્રદેશ ચૂંટણીનું પરિણામ આવી ગયું. ભાજપાની સરકાર બની ગઈ. કોંગ્રેસે રાજ્યમાં મોટી હારનો સામનો કરવો પડ્યો. બુરહાનપુરથી કોંગ્રેસી ઉમેદવાર સુરેન્દ્ર સિંહ શેરાને ભાજપાની અર્ચના દીદીએ 31000 વોટોથી માત આપી. હાર બાદ કોંગ્રેસ ઉમેદવાર શેરા પોતાને રોકી શક્યા નહીં અને ભાવુક થઇને રડી પડ્યા. કોંગ્રેસી ઉમેદવારને 69226 વોટ મળ્યા જ્યારે ભાજપાની અર્ચના દીદીને 100397 વોટ મળ્યા.

બુરહાનપુરમાં મળેલી હાર બાદ સુરેન્દ્ર સિંહ શેરા ખૂબ રડ્યા. તેમણે પોતાની હારનો ઠેકરો કમલનાથ પર ફોડ્યો. કોંગ્રેસી ઉમેદવારે કમલનાથ પર મોટા આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સંગઠન અને કમલનાથે મારી કોઈ મદદ કરી નહીં. બલ્કે મારા વિરુદ્ધ કામ કર્યું.

કમલનાથ પર આરોપ લગાવતા શેરાએ કહ્યું કે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મારા માટે પ્રચાર કરવા આવ્યા નહીં. સાથે જ આગળ તેમણે કહ્યું કે, ભાજપાની બી ટીમ એટલે કે AIMIMને કારણે હું હારી ગયો. શેરાએ કહ્યું કે, મારી હાર 31 હજાર વોટોથી થઇ જ્યારે AIMIM ઉમેદવારને 34 હજાર વોટ મળ્યા. કોંગ્રેસ નેતા શેરાએ કહ્યું કે, જો પાર્ટી મને ખંડવા લોકસભાથી ચૂંટણી લડાવવા માગે છે તો અત્યારથી જ મને ઉમેદવાર બનાવી દે, તો જઈને મોટી ફોજ ઊભી થશે.

આભાર સભામાં ભાવુક થઇ રડી પડ્યા

બુરહાનપુરમાં કોંગ્રેસે ચૂંટણી હાર્યા બાદ એક આભાર સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં સુરેન્દ્ર સિંહ શેરા ભાવુક થઇ ગયા અને રડી પડ્યા. કોંગ્રેસ ઉમેદવારનો રડવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આભાર ભાષણમાં શેરાએ કહ્યું કે, બુરહાનપુર વિધાનસભા મારો પરિવાર છે અને હું ધારાસભ્ય ન પણ રહ્યો તો પણ પરિવાર માટે કામ કરતો રહીશ. તમારે સૌ કોઈનાથી ડરવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસની દુર્ગતિ થવા દઇશ નહીં. જે લોકો કોંગ્રેસની સાથે છે, તેઓ મારી સાથે હાથ મિલાવીને સાથે ચાલે. અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસ માટે લડીશ. કોંગ્રેસ મારી અંદર રહે છે. મારે યુવાઓને રોજગાર આપવાનો છે. મારે મારા ક્ષેત્રનો વિકાસ પણ કરવાનો છે. માટે હું તમારા ત્યાં વારે વારે આવીશ. વૃદ્ધો-માતા બહેનોના આશીર્વાદ લઈશ અને યુવાઓને ભેટીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp