શું PMને મળવું ગુનો છે? આવું શા માટે બોલ્યા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

PC: abplive.com

કોંગ્રેસમાં રહીને જ કોંગ્રેસની નીતિઓ અને નિર્ણયોની નિંદા કરનારા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ કહ્યું કે, શું ભારતના વડાપ્રધાનને મળવું કોઈ ગુનો છે? કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમને ઉત્તર પ્રદેશના સંભલમાં 19 ફેબ્રુઆરીએ આયોજિત થનાર શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ માટે આમંત્રિત કર્યા. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પર કહ્યું કે, 'ભારતના વડાપ્રધાનને મળવું કોઈ ગુનો નથી.'

તેમને શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ માટે આમંત્રિત કરવું પણ કોઈ ગુનો નથી અને જો એ ગુનો છે તો હું તેની સજા ભોગવવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે X પર કહ્યું હતું કે, 'મને 19 ફેબ્રુઆરીએ થનારા શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેનો સ્વીકાર કરવા માટે વડાપ્રધાનનો હૃદયથી આભાર અને ધન્યાવાદ સાથે સાધુવાદ. સાથે જ અટકળો વચ્ચે તેમણે લખી દીધું છે 'તોફાન પણ આવશે.'

કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની આ પોસ્ટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા આ પવિત્ર અવસરનો હિસ્સો બનવું મારા માટે સૌભાગ્યની વાત છે. આમંત્રણ પાવા માટે તમારો હૃદયથી આભાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમજી.' કોંગ્રેસ નેતાએ પણ પ્રતિક્રિયા આપી કે, શ્રીહરિ વિષ્ણુના દશમ અને અંતિમ અવતાર ભગવાન શ્રી કલ્કિ નારાયણની અવતરણ સ્થલી સંભલની પાવન ધરતી પર તમારું સ્વાગત છે પ્રભુ.'

ઉલ્લેખનીય છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લખનૌથી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વના કેટલાક નિર્ણયોની નિંદા કરી રહ્યા છે. તેમણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસ નેતાઓના ભાગ ન લેવાના નિર્ણયની પણ નિંદા કરી છે. પ્રમોદ કૃષ્ણમ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

તેમણે રામ મંદિર નિર્માણનો શ્રેય પણ વડાપ્રધાન મોદીને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મંદિરનું જે નિર્માણ થયું છે તે કોર્ટના નિર્ણયથી થયું છે. સુપ્રીમ કોર્ટે નિર્ણયઆ આપ્યો અને ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ શરૂ થયું અને કાલે તેની પ્રાણ પ્રતિષ્ઠા છે. જો મોદી દેશના વડાપ્રધાન ન હોતા તો આ નિર્ણય ન થઈ શકતો અને મંદિર ન બની શકતું. હું રામ મંદિર નિર્માણ અને તેની પ્રાણ પ્રરિષ્ઠાના શુભ દિવસનો શ્રેય વડાપ્રધાન મોદીને આપવા માગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp