સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, પાટા પર પથ્થર ક્યાંથી આવ્યો?

PC: zeebiz.com

ઉત્તર પ્રદેશના કાનપુર નજીક આજે સવારે 2.35 વાગ્યે સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 19168) પાટા પરથી ઉતરી ગઈ હતી. તેનું એન્જિન પાટા પર મૂકેલી કોઈ વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું. આ પછી, અકસ્માતને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ. એવું કહેવામાં આવ્યું હતું કે,  એન્જિનની આગળ તેની સાથે જોઈન્ટ થયેલું કેટલગાર્ડ કોઈ ભારે વસ્તુ સાથે અથડાયા પછી તૂટી ગયો હતો. જેના કારણે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે IBને આ સમગ્ર અકસ્માતની તપાસ કરવા જણાવ્યું છે. આટલો મોટો પથ્થર રેલવે ટ્રેક સુધી કેવી રીતે પહોંચ્યો તેની તપાસ થશે.

દુર્ઘટના પછી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 02.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું. તેના પર જોરદાર થયેલી ટક્કરનાં નિશાન મળી આવ્યા છે. પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. IB અને UP પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. મુસાફરોને કે સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. મુસાફરોને આગળની અમદાવાદ સુધી વધુ મુસાફરી કરવા માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.'

જ્યારે સાબરમતી એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઘટના અંગે ઉત્તર મધ્ય રેલવેના CPRO શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 'બનારસથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન નંબર 19168- સાબરમતી એક્સપ્રેસ કાનપુર નજીક ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. તમામ મુસાફરોને કાનપુર સ્ટેશન પર પાછા લઈ જવામાં આવ્યા હતા, આ માટે કેટલીક બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે એક વિશેષ ટ્રેન મોકલવામાં આવી છે. કાનપુર-ઝાંસી રૂટ ખોરવાઈ ગયો છે અને આ રૂટ પરની તમામ ટ્રેનોને ડાયવર્ટ કરીને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવી રહી છે.'

જ્યારે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના પર ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ કહ્યું કે, 'આ અકસ્માતનું સાચું કારણ તપાસ પછી જ જાણી શકાશે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. અમે અહીં કેટલીક બસોની વ્યવસ્થા કરી હતી. રેલવેની ટીમ સ્થળ પર હાજર છે. અમે ટ્રેક રિસ્ટોરેશનનું કામ શરૂ કરી રહ્યા છીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp