બંધારણ ખતરામાં છે... BJP MP નિશિકાંત દુબે આદિવાસીઓની ઘટતી સંખ્યાથી થયા ચિંતિત

PC: hindi.theprint.in

ગોડ્ડા સાંસદે ગુરુવારે લોકસભામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. BJP સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, આજકાલ વિરોધ પક્ષના નેતાઓ એક જ વાત કરી રહ્યા છે કે, બંધારણ ખતરામાં છે. પણ સત્ય કંઈક બીજું જ છે. ખરેખર બંધારણ તો ખતરામાં નથી જ પરંતુ કેટલાક લોકોની રાજનીતિ ચોક્કસ જોખમમાં આવી ગઈ છે. મતનું રાજકારણ કરનારાઓની રાજનીતિ જોખમમાં છે. આ દરમિયાન તેમણે આદિવાસીઓને લઈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને લોકસભા અધ્યક્ષ પાસે મોટી માંગણી કરી હતી.

લોકસભામાં BJPના ગોડ્ડા સાંસદે કહ્યું કે, જ્યારે ઝારખંડ બિહારથી અલગ થયું ત્યારે આદિવાસીઓની વસ્તી 36 ટકા હતી. સત્ય એ છે કે આજે ઝારખંડમાં આદિવાસીઓની સંખ્યામાં 26 ટકાથી વધુનો જબરજસ્ત ઘટાડો થયો છે. કેમ ઘટ્યું તે બધા જાણે છે, પણ કોઈ કંઈ કહેશે નહીં. કારણ કે તે વખતે બંધારણ ખતરામાં નહીં આવે. ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, સત્ય એ છે કે ઝારખંડના આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્મ પરિવર્તનની રમત ચાલી રહી છે.

નિશિકાંત દુબેએ કહ્યું કે, અમે જ્યાંથી સાંસદ છીએ, તે પંચાયતોના વડા આદિવાસી મહિલા છે. જોકે, સત્ય એ છે કે, તેનો પતિ મુસ્લિમ છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે, જો મહિલા આદિવાસી છે તો પતિ મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? આ હિંદુ-મુસ્લિમનો મામલો નથી. સવાલ એ છે કે, આ મુસ્લિમો કોણ છે? આ તમામે તમામ બાંગ્લાદેશી છે. તેઓ પશ્ચિમ બંગાળ થઈને ઝારખંડ આવે છે. આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કરે છે. સ્થાનિક સરકાર જાણે છે કે, આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, પરંતુ કોઈ કંઈ કહેશે નહીં.

આ દરમિયાન ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડ સરકાર પર પણ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ઝારખંડમાં INDIA ગઠબંધનની સરકાર છે. JMM અને કોંગ્રેસ સરકાર આના પર કંઈ કરી રહી નથી. તેમણે કહ્યું કે, તમામ લોકો અહીં ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવ્યા છે. દરેક જગ્યાએ મતદારોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ગોડ્ડામાં આદિવાસીઓની વસ્તી 10 ટકા જેટલી ઘટી ગઈ છે, કોઈને આની ચિંતા નથી. ચિંતા બંધારણની છે, કારણ કે મતની રાજનીતિ જ તો તેમણે કરવાની હોય છે. આ દરમિયાન ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ અરરિયા અને કિશનગંજનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, હિંદુ ગામોનો નાશ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ ગામો કેમ ગાયબ થઈ રહ્યા છે, તેની તપાસ થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp