‘ભગવા જલેગા, ફ્રી કાશ્મીર..’ JNUની દિવાલ પર ફરી લખાયા વિવાદિત નારા, PM વિશે પણ..

PC: aajtak.in

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરી એક વખત વિવાદિત સ્લોગ લખવાની ઘટના સામે આવી છે. JNUની દીવાલો પર વિવાદિત સ્લોગન લખેલા જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP), વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કશ્મીરને લઈને વિવાદિત સ્લોગન લખવામાં આવ્યા છે. જો કે, આ સ્લોગન કોણે લખ્યા, તેની પાછળ કોનો હાથ છે, તેની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી, તેની તપાસ કરવામાં આવી રહી છે. રવિવારે સવારે JNUની સ્કૂલ ઓફ લેન્ગ્વેજની દીવાલો પર કેટલાક વિવાદિત સ્લોગન લખેલા જોવા મળ્યા છે.

દીવાલો પર ‘ભગવા જલેગા’, ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ જેવા વિવાદિત નારા લખેલા જોવા મળ્યા. બ્લૂ સ્યાહીથી લખવામાં આવેલા નામ પર લાલ સ્યાહી લગાવવામાં આવી છે. JNUના સ્કૂલ ઓફ લેંગ્વેજ કેમ્પસમાં દીવાલ પર ‘ફ્રી કાશ્મીર’ અને IOK (ઇન્ડિયન ઓક્યૂપાઈડ કાશ્મીર)’ જેવા સ્લોગન લખવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ ફર્શ પર પણ ફ્લૂ પેન્ટથી આ સ્લોગન લખવામાં આવ્યા છે. જો કે, દીવાલો પર ભગવા, કાશ્મીર અને મોદી પર સ્લોગન કોણે લખ્યા તેની જાણકારી મળી શકી નથી.

પ્રશાસન તરફથી પણ અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન કે જાણકારી આપવામાં આવી નથી. હાલમાં આ દીવાલોને સાફ કરાવવા અને તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પહેલી વખત નથી, જ્યારે JNUમાં દીવાલો પર વિવાદિત સ્લોગન લખવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ એવી ઘટના સામે આવી હતી. લગભગ એક વર્ષ અગાઉ JNUની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝની દીવાલો પર બનિયા અને બ્રાહ્મણ વિરોધી જાતિ સૂચક નારા લખવામાં આવ્યા હતા. ‘બ્રાહ્મણ બનિયા ભારત છોડો, બ્રાહ્મણ બનિયા અમે આવીશું બદલો લઈશું’ જેવા નારા લખ્યા હતા.

એ સિવાય JNUના જ કેટલાક પ્રોફેસર્સની નેમ પ્લેટ પર કાળી સ્યાહી લગાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, ગયા વર્ષે થયેલી ઘટના બાદ JNU પ્રશાસને એક તપાસ કમિટીની રચના કરી હતી, પરંતુ તેની પાછળ કયા લોકોનો હાથ હતો તેની જાણકારી સામે આવી નહોતી. વિદ્યાર્થી સંગઠન વિદ્યાર્થી પરિષદે વાંમપંથી વિદ્યાર્થી સંગઠનો પર આ વિવાદિત નારા લખવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, યુનિવર્સિટીની તપાસમાં એ પુષ્ટિ થઈ શકી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp