2022મા ઓર્ડર કરેલું કૂકર,2 વર્ષ પછી ડિલિવરી,જ્યારે ઓર્ડર કેન્સલ કર્યો હતો...

PC: navbharattimes.indiatimes.com

સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આવી જ એક પોસ્ટ આ દિવસોમાં ઝડપથી વાયરલ થઈ રહી છે, જે એમેઝોનની લેટ ડિલિવરીનું પ્રમાણ દર્શાવે છે. આ પોસ્ટમાં એક વ્યક્તિએ એમ જણાવ્યું કે, એમેઝોન પરથી ઓર્ડર કર્યાના બે વર્ષ પછી તેને પ્રેશર કુકરની ડિલિવરી કરવામાં આવી હતી.

હકીકતમાં, જય નામના ગ્રાહકે X પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, 'આખરે એમેઝોને તેનો બે વર્ષ જૂનો ઓર્ડર ડિલિવરી કરી દીધો છે.' આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

પોસ્ટ અનુસાર, જયએ આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. તેણે 1 ઓક્ટોબર, 2022ના રોજ એમેઝોન પરથી પ્રેશર કૂકર મંગાવ્યું હતું. પરંતુ ત્યાર પછી તેણે તે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો અને તેને રિફંડ પણ મળી ગયું હતું. પરંતુ આ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યું કે જ્યારે 28 ઓગસ્ટ, 2024ના રોજ, લગભગ બે વર્ષ પછી, તે પેકેજ તેના ઘરના દરવાજા સુધી પહોંચી ગયું.

જયએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, '2 વર્ષ પછી મારો ઓર્ડર પહોંચાડવા બદલ એમેઝોનનો આભાર!' જયએ આગળ લખ્યું કે, આજે મારો રસોઈયો ખુશ છે, આ એક ખૂબ જ ખાસ પ્રેશર કૂકર હશે. આ પોસ્ટ સાથે, જયએ ઓર્ડર અને ડિલિવરીનો સ્ક્રીન શોટ પણ પોસ્ટ કર્યો છે.

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. કોઈએ તેને એમેઝોનની ટાઈમ ટ્રાવેલ ગણાવી, તો કોઈએ મજાકમાં લખ્યું, એમેઝોનનો નવો ફાસ્ટ ડિલિવરી પ્લાન, 2 વર્ષ પછી પણ તે વસ્તુ ચોક્કસપણે ઉપલબ્ધ થઇ જશે. એક યુઝરે મજાકમાં કહ્યું કે, આ ડિલિવરી છે કે, બિરબલની ખીચડી છે. જ્યારે, બીજાએ મજાકમાં લખ્યું, આ કૂકર મંગળ ગ્રહ પર બનેલું હોવું જોઈએ.

રમુજી ટિપ્પણીઓની શ્રેણી અહીં અટકી નથી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, કદાચ તે ખૂબ જ કુશળ કારીગરોના હાથથી બનાવવામાં આવ્યું હશે. એટલે જ મોડું થઈ ગયું.

એમેઝોને હજુ સુધી જયની આ પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલીવાર નથી કે જ્યારે મોડી ડિલિવરી અંગે આવી ફરિયાદ કરવામાં આવી હોય, આ પહેલા પણ સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં લોકોએ જણાવ્યું છે કે E-કોમર્સ વેબસાઈટ ઓર્ડરના ઘણા વર્ષો પછી ડિલિવરી કેવી રીતે મોકલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp