ક્યારેય ખતમ નહીં થાય કોરોના, હજુ વેક્સીન લેવી કે નહિ તે અંગે એક્સપર્ટે કહી આ વાત

PC: livehindustan.com

ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, 9111 નવા મામલા સામે આવ્યા છે જેને કારણે દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 60313 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં 27 મોત થયા છે. ગુજરાતમાં છ, ઉત્તર પ્રદેશમાં ચાર, દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, મહારાષ્ટ્રમાં બે, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ અને તામિલનાડુમાં એક-એક મોતની જાણકારી મળી છે. કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર બારીક નજર રાખવા અને જીનોમ સીક્વન્સિંગની સલાહ આપી છે.

કોરોનાના વધતા મામલાઓ વચ્ચે ઘણા એક્સપર્ટ લોકોએ સાવધાની રાખવા અને બૂસ્ટર ડોઝ લેવાની પણ સલાહ આપી છે. પરંતુ, કેટલાક એક્સપર્ટનું કહેવુ છે કે કોવિડ-19 વેક્સીન તમને 100 ટકા સુરક્ષા પ્રદાન નથી કરતી. ભલે તમે બૂસ્ટર ડોઝ લીધો હોય કે નહીં. આથી સંભાવના છે કે તમને સંક્રમણ થઈ શકે છે. દેશના એક કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. અભિજીત એમ. દેશમુખનું કહેવુ છે કે, આપણે એ વાત યાદ રાખવાની જરૂર છે કે કોરોના વિરુદ્ધ લેવામાં આવેલી વેક્સીન કોઇને પણ 100 ટકા સુરક્ષા પ્રદાન નથી કરતી. જો તમે બૂસ્ટર ડોઝ લો તો પણ નહીં.

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડૉ. સંજય રાયે જણાવ્યું કે, હાલ વેક્સીનનો બૂસ્ટર ડોઝ ફાયદા કરતા વધુ નુકસાન કરી શકે છે. શરૂઆતમાં જ્યારે વધુ લોકો સંક્રમિત નહોતા, ત્યારે લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી નહોતી અને વેક્સીનની જરૂર હતી જેથી બીમારીની ગંભીરતા અને મોતના આંકડાને ઓછાં કરી શકાય. પરંતુ, હવે દેશમાં લગભગ તમામ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને તેમનામાં નેચરલ ઇમ્યૂનિટી પણ વિકસિત થઈ ગઈ છે જે કોઈપણ વાયરસથી બચાવવામાં વેક્સીન કરતા વધુ અસરદાર છે. વેક્સીન દ્વારા કોરોનાની કોઈપણ નવી લહેરને રોકી ના શકાય. તે માત્ર મોતના આંકડા અને બીમારીની ગંભીરતા ઓછી કરી શકે છે. ઇન્ફેક્શનને ફેલાતું રોકવા માટે વધુ વેક્સીન આપવાથી તમને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

ભારત સરકાર દ્વારા સ્થાપિત જીનોમ સીક્વન્સિંગ પ્રયોગશાળાઓની એજન્સી ભારતીય સાર્સ-કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમના એક મેમ્બરે થોડાં સમય પહેલા કહ્યું હતું કે, કોવિડ ભારતમાં કોરોનાના નવા મામલાના નમૂનાઓ પરથી ઓળખાય છે કે કોરોનાથી થનારા મોત અને હોસ્પિટલમાં દાખલ થવા પાછળ ઓમિક્રોનનો સબ વેરિયન્ટ XBB.1.16 છે. કુલ મામલાઓમાં મોટાભાગના મામલા XBB વેરિયન્ટના અલગ-અલગ સબ-વેરિયન્ટ્સના જ છે. આ તમામ મામલા બ્રેકથ્રૂ ઇન્ફેક્શન છે એટલે કે જે લોકોએ વેક્સીનનો બૂસ્ટર ડોઝ લીધો છે તેઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, તેનાથી કોઈ ફરક નથી પડતો કે બે ડોઝ લીધા છે કે ત્રણ. આ વેરિયન્ટ વેક્સીનેશન કરાવી ચુકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. પરંતુ, આ વાયરસને લઇને એ વાત જોવા મળી રહી છે કે આ વેરિયન્ટમાં ગંભીરતા નથી દેખાઈ રહી છતા તે ઝડપથી ફેલાઇ રહ્યો છે.

ડૉ. સંજય રાયે કહ્યું કે, આપણે હમણા જે કોરોનાની સ્થિતિ જોઈ રહ્યા છીએ તે હંમેશાં બની રહેશે. મામલાઓમાં વૃદ્ધિ જોવા મળશે. જો આપણે કોરોનાની તપાસ કરાવતા રહીશું તો મામલા પણ વધતા રહેશે. સૌથી જરૂરી એ છે કે, મામલાની ગંભીરતા ના વધે. જે લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેઓ માસ્ક લગાવીને રાખે, ઘરમાંથી બહાર ભીડવાળી જગ્યા પર ના જાય અને પોતાને આઇસોલેટ કરી લે.

ડૉ. અભિજીતે કહ્યું, કોરોના અને ફ્લૂના લક્ષણ સમાન છે, આ કારણે જ લોકોને એ જાણકારી નથી મળી શકતી કે તેમને ફ્લૂ છે કે કોરોના. કોવિડ-19ની ઉપસ્થિતિની જાણકારી ના મળવાના કારણે લોકો સમજી નથી શકતા કે તેઓ સામાન્ય ફ્લૂ સમજીને સંપર્કમાં આવી જાય છે અને કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. સંક્રમણથી બચવા માટે સાવધાની જરૂરી છે કારણ કે કોવિડ-19 વાયરસ જો ફેફસામાં ચાલ્યો જાય તો ગંભીર રૂપથી બીમાર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp