40 વર્ષથી પેન્શન લેવા ભટક્યા સ્વતંત્રતા સેનાની, કોર્ટે સરકારને 20000 દંડ કર્યો

PC: indiatoday.in

કેન્દ્ર સરકાર પર 40 વર્ષ સુધી એક સ્વતંત્રતા સેનાનીને પેન્શન ન આપવાના કારણે 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાલમાં દિલ્હી હાઇ કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં કેન્દ્ર પર દંડની આ રકમ નક્કી કરી. દંડની રકમ 96 વર્ષીય સ્વતંત્રતા સેનાની ઉત્તીમ લાલ સિંહને મળશે. ઉત્તીમ લાલ સિંહ છેલ્લા 40 વર્ષોથી પોતાનું પેન્શન મેળવવા માટે સંઘર્ષણ કરી રહ્યા હતા. કોર્ટે આદેશમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉત્તીમ લાલ સિંહને પેન્શન આપવામાં બેદરકારી દાખવી છે.

બાર એન્ડ બેન્ચમાં છપાયેલા રિપોર્ટ મુજબ, કોર્ટનો આદેશ છે કે કેન્દ્ર સરકારે ઉત્તીમ સિંહની પેન્શન રકમ 12 અઠવાડિયાની અંદર આપવી પડશે. હાલમાં જસ્ટિસ સુબ્રમણ્યમ સ્વામી પ્રસાદે કેસની સુનાવણી કરતા કહ્યું કે, ‘આપણાં સ્વતંત્રતા સેનાનીઓ જેમણે દેશની આઝાદી માટે લડાઈ લડી, તેમના પ્રત્યે કેન્દ્ર સરકાર જે પ્રકારે વ્યવહાર કરી રહી છે, એ જોવું ખૂબ નિંદનીય છે.’ કોર્ટે કેન્દ્ર સરકારે 1980 સ્વતંત્રતા સન્માન પેન્શન હેઠળ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.

સાથે જ ચૂકવણીની રકમમાં 6 ટકાનું વાર્ષિક વ્યાજ પણ આપવા કહેવામાં આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, વાર 1982માં ઉત્તીમ લાલ સિંહે પેન્શન માટે અરજી કરી હતી. માર્ચ 1985માં બિહાર સરકારે દસ્તાવેજો સાથે આ કેસને કેન્દ્ર સરકાર પાસે મોકલી દીધો હતો. ત્યારબાદ ખબર પડી કે કેન્દ્ર સરકાર પાસેથી તેમના દસ્તાવેજ ગુમ થઈ ગયા. વર્ષ 2009માં પેન્શનને લઈને ફરીથી ભલામણ કરવામાં આવી. નવેમ્બર 2017માં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય પાસે ઉત્તીમ સિંહના દસ્તાવેજ નથી. ત્યારબાદ કેન્દ્ર સરકારે બિહાર સરકાર પાસે દસ્તાવેજોની માગ કરી.

જસ્ટિસ પ્રસાદે જણાવ્યું કે, બહાર સરકારે ફરી ઉત્તીમ સિંહના દસ્તાવેજોને વેરીફાઈ કર્યા. વેરિફિકેશન બાદ 14 જુલાઇ 2022ના રોજ ફરી કેન્દ્ર સરકાર પાસે લેટર મોકલવામાં આવ્યો, પરંતુ એ છતા તેમનું પેન્શન રીલિઝ ન કરવામાં આવ્યું. આ કેસમાં ઉત્તીમ લાલ સિંહ તરફથી વકીલ IC મિશ્રા અને અનવર અલી ખાન કેસ લડી રહ્યા હતા અને અનુરાગ અહલુવાલિયા કેન્દ્ર સરકારના પક્ષ રાખી રહ્યા હતા.

કોણ છે ઉત્તીમ સિંહ:

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 1927માં ઉત્તીમ સિંહનો જન્મ થયો હતો. તેમણે ભારત છોડો અંદાલ સહિત ઘણા અન્ય સ્વતંત્રતા આંદોલનોમાં ભાગ લીધો હતો. બ્રિટિશ સરકારે તેમના પર વિરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 1943માં બ્રિટિશ સરકારે તેમને દોષી ઠેરવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp