EDની કાર્યવાહી ગેરકાયદેસર હતી, પ્રફૂલ પટેલને પાછી મળી 180 કરોડની સંપત્તિ

PC: facebook.com/ShriPrafulPatel

પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને હાલના રાજ્યસભા સાંસદ પ્રફુલ્લ પટેલને મોટી રાહત આપતાં મુંબઈની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના આદેશને રદ કર્યો છે. EDએ મની લોન્ડરીંગ કેસ હેઠળ પ્રફુલ્લ પટેલની મુંબઇમાં આવેલી મિલ્કત જપ્ત કરી હતી.પ્રફુલ્લ પટેલ અત્યારે અજિત પવારની NCPના સંસદીય દળના નેતા છે.

EDએ પ્રફુલ્લ પટેલ અને તેમના પરિવારની માલિકીની દક્ષિણ મુંબઇના વર્લીમાં આવેલી C J હાઉસના 12મો માળ અને 15મો માળ સીલ કરી દીધો હતો. 180 કરોડની કિંમતનું આ એપાર્ટમેન્ટ પ્રફુલ્લ પટેલ, તેમના પત્ની વર્ષા પટેલ અને તેમની કંપની મિલેનિયમ ડેલવપરના નામે છે.

કોર્ટે કહ્યું કે, પ્રફુલ્લ પટેલ સામે EDની કાર્યવાહી ગેરકાયદે છે. કારણ કે આ સંપત્તિ મની લોન્ડરીંગ કેસમાં સામેલ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp