માંડવી-બારડોલીમાં કોરોના દર્દીઓ માટે કોવિડ સમર્પિત હોસ્પિટલ સેન્ટર પ્રારંભ

PC: Khabarchhe.com

કોરોના દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી માંડવી અને બારડોલી ખાતે સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં કોવિડ સમર્પિત હોસ્પિટલ સેન્ટરની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં માંડવી ખાતેની સરકારી હોસ્પિટલમાં 30 બેડ તથા બારડોલી સરકારી હોસ્પિટલમાં 25 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. દરેક બેડ 24 કલાક ઓક્સિજનની સુવિધાથી સજ્જ છે.

આ વેળાએ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારના દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવે તો તેમને ઘર આંગણે મળેલી સુવિધા આશિર્વાદરૂપ રહેશે. સરકારી હોસ્પિટલના તબીબો, નર્સ સહિતનો સ્ટાફ અને ખાનગી ફિઝીશ્યન તબીબો તથા સહયોગીઓને તેમણે અભિનંદન પાઠવ્યાં હતા.


કોવિડ સમર્પિત હોસ્પિટલ બનાવવા માટે પી.એમ. કેર ફંડમાંથી ખાસ વેન્ટીલેટર સાથેના બેડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર તથા જિલ્લા પંચાયત અને કેએપીપીના સહયોગથી હોસ્પિટલ શરુ કરવા સેવા પૂરી પાડવામાં આવી છે. કાકરાપાર અણુમથકના સહયોગથી 4 બાયપેપ મશીન અને 15 હાઈ-સ્લો મશીન સાથે સેન્ટ્રલ ઓક્સિજનની સગવડ પૂરી પાડવામાં આવી છે. બ્લડની સુવિધા તથા બ્લડની ચકાસણી માટે ખાનગી લેબ સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. આ માટે માંડવીના સેવાભાવી ફિઝીશ્યન તબીબોનો 24 કલાક સહકાર અને સેવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, આ હોસ્પિટલમાં દર્દીઓના સગા-સંબંધી માટે હેલ્પડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્રસંગે સુરત ડી.ડી.ઓ. એચ.કે.કોયા, બારડોલી પ્રાંત બી.એન.રબારી, માંડવી પ્રાંત અધિકારી ડૉ.ઠાકોર, મામલતદાર ભરત ગામીત, માંડવીના તબીબ ડૉ.આશિષ ઉપાધ્યાય, જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ કિશોર પાનવાલા, તાલુકા પંચાયત પ્રમુખ શંકર ચૌધરી, નટુભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp